Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

મજીગામ શ્રી મલ્લિકાર્જુન મહાદેવ મંદિર પરિસરમાં મારૂતિ યજ્ઞ યોજાયો

મજીગામ શ્રી મલ્લિકાર્જુન મહાદેવ મંદિર પરિસરમાં મારૂતિ યજ્ઞ યોજાયો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

 ચીખલી,તા.૧૬ ઃ  ચીખલી તાલુકાના મજીગામ ગામે આવેલ મલ્લિકાર્જુન મહાદેવ મંદિર ખાતે મહાશિવરાત્રીના પર્વ નિમિત્તે મલ્લિકાર્જુન ટ્રસ્ટના પૂજારીઓ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ મારુતિ યજ્ઞ નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં ૧૦૦ જેટલા યુગલોઍ ભાગ લીધો હતો. ચીખલીના મજીગામ ખાતે આવેલ મલ્લિકાર્જુન મહાદેવ મંદિરમાં દર વર્ષે મહાશિવરાત્રી પર્વની ઉજવણી ધામધૂમથી કરવામાં આવતી હોય છે જ્યારે મલ્લિકાર્જુન મહાદેવ મંદિરના પટાંગણમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૧૦૦ જેટલા યુગલોઍ સુંદરકાંડ અને મારુતિ યજ્ઞનો લાભ લીધો હતો. જે યજ્ઞનું આયોજન અંકિતભાઈ રાવલ, યોગેશભાઈ જોશી, ગૌરવભાઈ રાવલ વિગેરે વિદ્વાન બ્રાહ્મણો દ્વારા યગ્ન કરાવવામાં આવ્યો હતો. જ્યારે શિવના દર્શન કરવા માટે વહેલી સવારથી જ  ભક્તોની લાંબી કટારો જોવા મળી રહી હતી.