Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

વાપી સોશિયલ ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શિવ ભકતોને ફ્રુટ, પાણીની બોટલનું વિતરણ કરાયું

વાપી સોશિયલ ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શિવ ભકતોને ફ્રુટ, પાણીની બોટલનું વિતરણ કરાયું


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વાપી, તા. ૧૬ ઃ વાપી સોશિયલ ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટ ના મેનેજિંગ ટ્રસ્ટી  કિરણ રાવલ તરફ થી લગભગ ૨૫૦૦ જેટલા ભાવિક ભક્તોને પ્રસાદમાં ફ્રૂટ, વેફર અને પાણી ની બોટલનું વિતરણ કરવામાં આવ્યું વાપી માં સતત છેલ્લા ૮ વર્ષ થી વર્ષ ના ૩૬૫ દિવસ સમાજ સેવાના કર્યું કરતું વલસાડ જિલ્લાનું ઍક માત્ર ટ્રસ્ટ ગ્રુપ ઍટલે વાપી સોશિયલ ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટ આ ટ્રસ્ટ ગ્રુપના મેનેજિંગ ટ્રસ્ટી અને અને વાપીના સમાજ સેવક કિરણ રાવલ અને ટ્રસ્ટ ગ્રુપના સભ્યો તરફ થી દર વર્ષની જેમ આ વર્ષે મહાશિવરાત્રીના પવન પર્વ ને ધ્યાનમાં રાખી વાપી ટાઉન સ્થિત આવેલ આવેલ જુનુ સિદ્ધનાથ મહાદેવ મંદિર ખાતે સવાર થી લઈ સાંજે ૪ વાગ્યા સુથી હર હર મહાદેવ ના નાદ સાથે અંદાજિત ૨૩૦૦ જેટલા  શિવ ભક્તોને પ્રસાદનો  લાભ લિધો હતો. પ્રસાદ માં આ વખતે   દરેક શિવ ભક્ત ને ફ્રૂટ, બટાકા વેફર અને પાણીની બોટલો નું વિતરણ કર્યું હતું. આ પ્રસાદ નો લાભ  નાના મોટા દરેક શિવ ભક્તો ઍ લૂથી હતો. વાપી સોશિયલ ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યોની  આ સમાજ સેવા જોઈભક્તો પણ ખૂબ ખુશ થયા ગયા હતાં.