Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

પારડી બાર ઍસો. વકીલ મંડળની નાના વાઘછીપામાં ક્રિકેટ ટુર્ના. રમાઇ

પારડી બાર ઍસો. વકીલ મંડળની નાના વાઘછીપામાં ક્રિકેટ ટુર્ના. રમાઇ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

પારડી, તા. ૧૬ ઃ પારડી બાર ઍસોસિઍશન વકીલ મંડળ દ્વારા ઍડવોકેટ સ્વ. દિનેશ રામુભાઈ પટેલ ના સ્મરણાર્થે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન નાના વાઘ છીપા ગામમાં આવેલ રાજેન્દ્રભાઈ પટેલના ગ્રાઉન્ડમાં કરવામાં આવ્યું હતું. જેમાં વલસાડ જિલ્લાની તમામ કોર્ટના વકીલ મિત્રો મળી ૧૬ ટીમોઍ ભાગ લીધો હતો. તેમજ ત્રણ ન્યાયાધીશ પ્રિન્સિપલ સિવિલ જજ ડી.ડી. પંડ્યા, ઍડિશનલ સિવિલ જજ -શાંત શર્મા, સેકેંડ ઍડિશનલ સિવિલ જજ ડી.વી.પંડ્યા ઉપસ્થિત રહી ક્રિકેટ રમી ઉત્સાહ વધાર્યો હતો. પારડી તાલુકાના નાનાવાઘછીપા છીત્રા પારડી ગ્રાઉન્ડ પર ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ હતી. અહીં ત્ઘ્ઘ્ અંડર-૧૯ ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારતીય ટીમમાં ફાસ્ટ બોલર તરીકે સ્થાન મેળવી, ટુર્નામેન્ટની ઍક મેચમાં પાંચ મહત્વની વિકેટ ઝડપી વલસાડનું નામ આંતરરાષ્ટ્રીય સ્તરે રોશન કરનાર યુવા ક્રિકેટર હેનીલ પટેલ પધારતા તેમનું સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું. વકીલ મિત્રો ઍ હેનીલ ને પુષ્પગુચ્છ આપી સાલ ઓઢાડી, મોમેન્ટ આપી અભિનંદન પાઠવ્યા હતા. યુવા ક્રિકેટર હેનીલ પટેલે સૌનો આભાર વ્યક્ત કરતા યુવાઓ ને મહેનત કરી આગળ વધવાની પ્રેરણા આપી હતી. આ પ્રસંગે પારડી વકીલ મંડળના પ્રમુખ ભરતભાઈ પટેલે જણાવ્યું હતું કે ઍડવોકેટ પી.ડી. પટેલ ના અધ્યકસ્થાને આ ટુર્નામેન્ટ નો હેતુ હાર જીતનો નહીં પરંતુ વકીલ મિત્રોમાં ખેલ દિલી ની ભાવના વધે તેમજ ઍકતા જળવાઈ રહે તથા ફિટનેસ માટે સંદેશો આપ્યો હતો. આ ટુર્નામેન્ટમાં પારડી વકીલ મંડળ પ્રમુખ ભરતભાઈ પટેલ, ઉપપ્રમુખ અશ્વિન દેસાઈ, હિતેશ પટેલ, શૈલેષ પ્રજાપતિ, સેક્રેટરી હિતેશ આર. પટેલ, રિંકલ દેસાઈ, આશિષ દેસાઈ, અક્ષય યાદવ, પરવેઝ શેખ, જિનેશ મપારા, વત્સલ દેસાઈ, હર્ષિલ પટેલ, ૐ પટેલ, નીરવ દેસાઈ, વિરલ પટેલ, ભાર્ગવ પંડ્યા, અશોક પ્રજાપતિ, દિવ્યેશભાઈ ભટ્ટ રોનક રાણા જીગ્નેશ મપારા નરેશભાઈ પટેલ અજીતભાઈ પટેલ મહિલાઓ, સ્ટાફ મિત્રો વગેરે વકીલ મિત્રો ઉપસ્થિત રહી ટુર્નામેન્ટને સફળ બનાવી હતી અંતે વિજેતા ટીમો તથા શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ખેલાડીઓને પુરસ્કારો ઍનાયત કરવામાં આવ્યા હતા. વકીલ મિત્રની ફિટનેસ જળવાઈ રહે અને વકીલો વચ્ચે ઍકતા રહે આ ટુર્નામેન્ટનો મુખ્ય હેતુ છે.