Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

પારડી વૈજનાથ મહાદેવ મંદિરમાં વિશેષ પૂજા-અર્ચના થઈ

પારડી વૈજનાથ મહાદેવ મંદિરમાં વિશેષ પૂજા-અર્ચના થઈ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

ધરમપુર, તા. ૧૬ ઃ પારડીમાં કિલ્લાની તળેટીમાં આવેલ પ્રાચીન વૈજનાથ મહાદેવ મંદિરમાં આજરોજ મહાશિવરાત્રી પર્વ નિમિત્તે ભક્તોની ભીડ લાગી હતી ભક્ત ભાઈ બહેનોઍ ભગવાન ભોળાનાથના શિવલિંગની પૂજા કરી હતી અભિષેક કર્યો હતો માતા પાર્વતી ની પૂજા કરી હતી અહીં પ્રાચીન વૈજનાથ મહાદેવ મંદિરમાં વહેલી સવારથી ભક્તો વિવિધ ચીજ વસ્તુઓ જેમ કે દૂધ દહીં મધ સાકર નાળિયેર ફૂલહાર વગેરે લઈને આવ્યા હતા અને ભગવાન ભોળાનાથ ના પવિત્ર પ્રાચીન સ્વયંભૂ પ્રગટ થયેલા શિવલિંગમાં અભિષેક કર્યો હતો બેલપત્ર અને પવિત્ર સામગ્રીઓ ભગવાન ભોળાનાથ અને માતા પાર્વતી ને અર્પણ કરવામાં આવી હતી મંદિરના પૂજારી સંજયભાઈ રાવલ ટ્રસ્ટી અમૃતભાઈ પ્રજાપતિ રાજેશભાઈ રાણા સાથે અન્ય પૂજારી ભાઈ બહેનોઍ ધાર્મિક વિધિ વિધાન મુજબ પૂજા કરાવી હતી અને મહાશિવરાત્રી પર્વને ધૂમધામ થી ઉજવી હતી. લોકો નાના બાળકો સાથે આવ્યા હતા અને કલાક સુધી લાઇનમાં ઊભા રહીને ભગવાન ભોળાનાથ અને માતા પાર્વતી ની પૂજા કરી મહાશિવરાત્રી પર્વની ભવ્ય ઉજવણી કરી હતી.