Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

દમણ મુસ્લિમ ઍસો.ના પ્રમુખ તરીકે ઝાકીર પીરવાલા નિમાયા

દમણ મુસ્લિમ ઍસો.ના પ્રમુખ તરીકે ઝાકીર પીરવાલા નિમાયા


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

દમણ, તા. ૧૬ ઃ ઝાકીર હુસૈન પીરવાલાને દમણ મુસ્લિમ ઍસોસિઍશનના પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. મુસ્લિમ ઍસોસિઍશન દ્વારા ૨૦ જમાતમાંથી ૧૪ ના પ્રતિનિધિઓની હાજરીમાં ઍક બેઠક યોજાઈ હતી. ઝાકીર પીરવાલાને સર્વાનુમતે પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. ઝાકીર પીરવાલાઍ અગાઉ ઉપપ્રમુખ પદ સંભાળ્યું હતું. થોડા સમય પહેલા ખુર્શીદ માજરાઍ પ્રમુખપદેથી રાજીનામું આપ્યા બાદ આ પદ ખાલી પડ્યું હતું. દમણ મુસ્લિમ ઍસોસિઍશનની બેઠક બાદ, આ પદ ભરવામાં આવ્યું હતું. ઝાકીર પીરવાલાઍ જણાવ્યું હતું કે તેઓ બધાને સાથે લઈને ચાલશે.