Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

વલસાડના નિલેશ કોસીયાઍ હરિયાણામાં છઠ્ઠા રાષ્ટ્રીય યોગાસન ન્યાયાધીશ તાલીમમાં ભાગ લીધો

વલસાડના નિલેશ કોસીયાઍ હરિયાણામાં છઠ્ઠા રાષ્ટ્રીય યોગાસન ન્યાયાધીશ તાલીમમાં ભાગ લીધો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વલસાડ, તા. ૧૬ ઃકુરુક્ષેત્રની પવિત્ર ધર્મભૂમિમાં ગીતા જ્ઞાન સંસ્થાનમાં ભારત યોગાસન દ્વારા છઠ્ઠા રાષ્ટ્રીય યોગાસન ન્યાયાધીશ તાલીમ કાર્યક્રમનો ભવ્ય આયોજન તારીખ ૮ ફેબ્રુઆરી થી ૧૨ ફેબ્રુઆરી દરમિયાન સફળતાપૂર્વક યોજાયો હતો. ભારત સરકારના યુવા બાબતો અને રમતગમત મંત્રાલય સાથે જોડાયેલા રાષ્ટ્રીય રમતગમત ફેડરેશન, યોગાસન ભારત દ્વારા પ્રતિષ્ઠિત પાંચ દિવસીય રાષ્ટ્રીય તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

૮ થી ૧૨ ફેબ્રુઆરી ૨૦૨૬ દરમિયાન આયોજિત, સઘન તાલીમ કાર્યક્રમમાં સમગ્ર ભારતમાં ૨૮ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના તાલીમાર્થી ન્યાયાધીશોની ઉત્સાહી ભાગીદારી જોવા મળી હતી. જેમાં ગુજરાત યોગાસન સ્પોર્ટ્સ ઍસોસિયેશનના અધ્યક્ષ  ઉદિત શેઠ તેમજ સેક્રેટરી જનરલ  ઉમંગ ડોનના માર્ગદર્શન હેઠળ નિલેશ કોસીયા (વલસાડ) લેવલ ૨,નરેન્દ્રભાઇ ચૌધરી (કચ્છ) લેવલ ૨,હીના રાજગોર લેવલ (કચ્છ)૧,પ્રદીપ લેંકા (ભરૂચ) લેવલ ૧ અને કિશન ફળદુ (જૂનાગઢ) લેવલ ૧ આમ કુલ ૫ નિર્ણાયકોઍ સફળતા પૂર્વક તાલીમ પૂર્ણ કરી હતી.