વાપીની ICAIની CA ઇન્સ્ટિટ્યૂટ વીડીજીપીઍ ક્રિકેટ કપમાં પ્રથમ વિજેતા
- byDamanganga Times
- 17 February, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૧૫ ઃ Institute of Chartered Accountants of India (ICAI)ની વાપી બ્રાન્ચની ક્રિકેટ ટીમે ઐતિહાસિક સફળતા હાંસલ કરી છે. ટીમ સ્ઝ઼ઞ્ભ્ખ્ દ્વારા આયોજિત ૭મી વીડીજીપીઍ કપ ૨૦૨૬ ના ફાઇનલ મેચમાં, ર્ધ્ીઁ્યણુર્ત્ર્ીજ્ઞ્ ઝ઼ફૂર્સ્ન્ીજ્ઞ્ ઘ્શ્વજ્ઞ્ણૂત્ત્ફૂદ્દ ર્લ્દ્દીફુજ્ઞ્્યૃ ખાતે યોજાયેલ રોમાંચક મુકાબલામાં વાપી બ્રાન્ચે આયોજક સ્ઝ઼ઞ્ભ્ખ્ ટીમ સામે પ્રથમ વખત જીતનો સરતાજ મેળવ્યો હતો.આ વર્ષે ઘ્ખ્ ઇન્સ્ટિટ્યૂટ ની વાપી બ્રાન્ચે બે વખત વિજય મેળવી નવો કિર્તીમાન રચ્યો છે જેમાં ૨૬ જાન્યુઆરીઍ ઈન્કમ ટેક્સ વિભાગ સામે મૈત્રી કપ અને સ્ઝ઼ઞ્ભ્ખ્ સામે વીડીજીપીઍ કપ ૨૦૨૬ પર જીત મેળવી ગૌરવ વધાર્યું છે. આ ટુર્નામેન્ટમાં ઈન્કમ ટેક્સ અને ઞ્લ્વ્ ડિપાર્ટમેન્ટ, ટેક્સ પ્રેક્ટિશનર્સ અને સીઍ મેમ્બર મળી કુલ ૭ ટીમોઍ ભાગ લીધો હતો અને ભાઈચારાને ઍકસૂત્રે બાંધ્યો હતો. ઘ્ખ્ ઇન્સ્ટિટ્યૂટ વાપી બ્રાન્ચના ચેરમેન ઘ્ખ્ સુમિત દોશી ઍ સ્ઝ઼ઞ્ભ્ખ્ ટીમના પ્રેસિડેન્ટ સોહમ જોશી, વાઇસ પ્રેસિડેન્ટ મનિષ શાહ, સેક્રેટરી મયુર દેસાઈ, જોઈન્ટ સેક્રેટરી કશ્યપ ગાંધી, ટ્રેઝરર પ્રતીક પારેખ તેમજ સંપૂર્ણ સ્ઝ઼ઞ્ભ્ખ્ ટીમને ભવ્ય અને સફળ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવા બદલ હૃદયપૂર્વક આભાર માન્યો હતો. આ ઐતિહાસિક જીત વાપી બ્રાન્ચ માટે ગૌરવની ક્ષણ બની રહી છે અને સભ્યોમાં રમતગમત સાથે ઍકતા અને ઉત્સાહનો નવો સંદેશ પ્રેરિત કર્યો છે.
