આમધા મુખ્ય રસ્તાથી દૂધ મંડળી સુધી ડામર રોડનું નવનિર્માણ કરાયું
- byDamanganga Times
- 17 February, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
નાનાપોîઢા, તા. ૧૬ ઃ કપરાડા વિધાનસભા વિસ્તારમાં આવેલ આમધા ગામના મુખ્ય રસ્તાથી મહિલાઓ સંચાલિત ઙ્કઆમધા દૂધ ઉત્પાદક સહકારી મંડળી લી. સુધીનો અંદાજે ૧.૦૦ કિલોમીટરનો રસ્તો લાંબા સમયથી કાચો હતો. આ રસ્તો દૂધ મંડળી સુધી પહોંચવાનો મુખ્ય માર્ગ હોવાને કારણે દરરોજ આશરે ૨૫૦થી વધુ દૂધ ઉત્પાદક સભાસદોને અવરજવર દરમિયાન ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. ખાસ કરીને વરસાદી મોસમ દરમિયાન કાદવ અને પાણી ભરાવાની સમસ્યાના કારણે દૂધ લઈ જવું અને લાવવું અત્યંત કઠિન બનતું હતું. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ગામજનો તથા દૂધ ઉત્પાદક મંડળીના પ્રતિનિધિઓ દ્વારા કપરાડા વિધાનસભાના ધારાસભ્ય જીતુભાઈ ઍચ. ચૌધરીને લેખિત રજૂઆત કરવામાં આવી હતી. રજૂઆતમાં માર્ગના ડામરીકરણની તાત્કાલિક જરૂરિયાત દર્શાવી યોગ્ય કાર્યવાહી કરવાની વિનંતી કરવામાં આવી હતી. ધારાસભ્યઍ ગામલોકોની સમસ્યાને સંવેદનશીલતાપૂર્વક ધ્યાનમાં લઈ સંબંધિત વિભાગ સાથે સંકલન કરીને માર્ગના નવનિર્માણ માટે જરૂરી કામગીરી હાથ ધરાવી. પરિણામે, આમધા મુખ્ય રસ્તાથી દૂધ મંડળી સુધીનો ડામર રસ્તો સફળતાપૂર્વક તૈયાર કરવામાં આવ્યો છે.
નવા ડામર માર્ગના નિર્માણથી હવે દૂધ ઉત્પાદક બહેનો અને અન્ય સભાસદોને દૈનિક દૂધ ભરવા-લાવવા માટે સરળતા રહેશે. પરિવહન ખર્ચમાં ઘટાડો થશે તેમજ સમયની બચત થશે. સાથે સાથે વરસાદી મોસમમાં થતી અડચણો દૂર થતાં દૂધ સંગ્રહ અને વિતરણની પ્રક્રિયા વધુ સુગમ બનશે.
આ વિકાસકાર્યથી ગામમાં ખુશીનો માહોલ છવાયો છે. આમધા ગામના રહેવાસીઓ તથા દૂધ ઉત્પાદક સહકારી મંડળી દ્વારા માનનીય ધારાસભ્યશ્રીનો હાર્દિક આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે. ગ્રામજનો આશા વ્યક્ત કરે છે કે ભવિષ્યમાં પણ આવા લોકહિતના કાર્યો દ્વારા વિસ્તારમાં સતત વિકાસ થતો રહેશે.
