Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

તિથલ શ્રી સિદ્ધેશ્વર મહાદેવ મંદિરે નાસિક ઢોલ સાથે પાલખી યાત્રા નીકળી

તિથલ શ્રી સિદ્ધેશ્વર મહાદેવ મંદિરે નાસિક ઢોલ સાથે  પાલખી યાત્રા નીકળી


 (દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વલસાડ, તા. ૧૬ ઃ મહાશિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે વલસાડના જુના ગુજરાત હાઉસિંગ બોર્ડ સ્થિત પ્રખ્યાત શ્રી સિદ્ધેશ્વર મહાદેવ મંદિર ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રદ્ધા અને ઉલ્લાસપૂર્વક અનેકવિધ કાર્યક્રમો યોજાયા હતા.

મહાશિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે વલસાડના જુના ગુજરાત હાઉસિંગ બોર્ડ સ્થિત પ્રખ્યાત શ્રી સિદ્ધેશ્વર મહાદેવ મંદિર ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રદ્ધા અને ઉલ્લાસપૂર્વક અનેકવિધ કાર્યક્રમો યોજાયા હતા. વહેલી સવારથી જ શિવાલયોમાં ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી, જેના કારણે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.ચાર પહોરની આરતી અને પાલખી યાત્રા મંદિર ખાતે મહાદેવની વિશેષ પૂજા-અર્ચના અને ચાર પહોરની આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વલસાડ શહેરમાં શિવજીની ભવ્ય પાલખી યાત્રા કાઢવામાં આવી હતી. નાસિક ઢોલ અને ડીજેના સથવારે યુવાધન શિવભક્તિમાં લીન થઈ ઝૂમી ઉઠ્યું હતું. હજારોની સંખ્યામાં ઉમટેલા ભક્તોને કારણે પાલખી યાત્રા આકર્ષણનું કેન્દ્ર બની હતી.ડિજિટલ સુવિધા અને આધુનિક સજાવટ મંદિર પરિસરને આધુનિક રોશનીથી ઝળહળતું કરવામાં આવ્યું હતું. વલસાડ શહેરના તમામ નાગરિકો આ ઉત્સવના સાક્ષી બની શકે તે માટે હાલર ચાર રસ્તા ખાતે મોટી ન્ચ્ઝ઼ લાઈવ સ્ક્રીન મુકવામાં આવી હતી, જેના પર ભક્તોઍ લાઈવ દર્શનનો લાભ લીધો હતો. રાત્રે ફટાકડાની આતશબાજીનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું.આ સમગ્ર મહોત્સવને સફળ બનાવવા માટે મંદિરના પ્રણેતા સ્વર્ગીય શાંતાબેન પ્રભુભાઈ રાજગોરના પરિવારજનો તેમજ શ્રી બજરંગ યુવક મંડળના કાર્યકર્તાઓઍ ભારે જહેમત ઉઠાવી હતી.