Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

વલસાડની સાયન્સ કોલેજમાં ઍક દિવસીય રાજ્યસ્તરીય વર્કશોપ યોજાયો

વલસાડની સાયન્સ કોલેજમાં ઍક દિવસીય રાજ્યસ્તરીય વર્કશોપ  યોજાયો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) 

વલસાડ, તા. ૧૬ ઃ નૂતન કેળવણી મંડળ સંચાલિત બી.કે.ઍમ. સાયન્સ કોલેજ, વલસાડના રસાયણશાસ્ત્ર વિભાગ દ્વારા રસાયણશાસ્ત્રમાં નવીન શિક્ષણ પદ્ધતિઓ વિષય પર ઍક દિવસીય રાજ્યસ્તરીય વર્કશોપ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજોના રસાયણશાસ્ત્રના પ્રાધ્યાપકો તથા વિદ્યાર્થીઓ માટે આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત ડૉ. ઍસ.ઍન લાડ દ્વારા પ્રાર્થનાથી કરવામાં આવી. ત્યારબાદ રસાયણશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ. ડૉ. ઍસ. સી. પટેલ દ્વારા ઉપસ્થિત મહેમાનો તથા સહભાગીઓનું હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું. મુખ્ય મહેમાન તથા વિશિષ્ટ મહેમાનોનું ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ડૉ. ટી. જી. ગોહિલ અને ડૉ. ઍસ. સી. પટેલ દ્વારા પુષ્પગુચ્છ અને સ્મૃતિચિહ્ન આપી સન્માન કરવામાં આવ્યું. વર્કશોપના કો-ઓર્ડિનેટર તરીકે ડૉ. સુમનભાઈ સી. પટેલ, અધ્યક્ષ, રસાયણશાસ્ત્ર વિભાગ, બી.કે.ઍમ. સાયન્સ કોલેજ, વલસાડ દ્વારા મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવામાં આવી હતી. સ્વાગત પ્રવચનમાં ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ડૉ. ટી. જી. ગોહિલઍ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ - ૨૦૨૦ (ફચ્ભ્ ૨૦૨૦)ના પરિચ્છેદ ૧૩.૪ મુજબ અનુભવ આધારિત અને પ્રયોગાત્મક શિક્ષણની આવશ્યકતા પર પ્રકાશ પાડયો. મુખ્ય વક્તાનો પરિચય ડૉ. નિમેશ માલી દ્વારા આપવામાં આવ્યો હતો.

મુખ્ય વક્તા, ડૉ. ગજાનન રાશીનકરે રસાયણશાસ્ત્રના અધ્યાપનમાં નવીન પદ્ધતિઓ વિષે અત્યંત પ્રેરણાદાયી અને સંવાદાત્મક વ્યાખ્યાન આપ્યું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ઓર્ગેનાઈઝેશન સેક્રેટરી પ્રો. આર.આર. સોલંકી, આઈ.સી.ટી. સંચાલકોઍ, પ્રો. વિજય આર. પટેલ, પ્રો. દિપક આર. પટેલ, ડૉ. તેજલ દેસાઈ તથા કોલેજના સર્વે ટીચિંગ- નોનટીચિંગ સ્ટાફ મિત્રોઍ ભારે જહેમત ઉઠાવી હતી. આ વર્કશોપમાં અંદાજે ૨૧૬ રસાયણશાસ્ત્રના જુદી જુદી કોલેજના વિદ્યાર્થીઓ તથા પ્રાધ્યાપકોઍ ઉત્સાહપૂર્વક ભાગ લઈ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. કાર્યક્રમનું સમાપન ડૉ. ઍસ. ઍમ. પટેલ દ્વારા આભારવિધિ સાથે કરવામાં આવ્યો. સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન ડૉ. વિરલ દેસાઈ અને ડૉ. માધવી દેસાઈ દ્વારા કરવામાં આવ્યું. આ રીતે રસાયણશાસ્ત્રમાં નવીન, પ્રવૃત્તિ આધારિત અને અનુભવ આધારિત શિક્ષણ પદ્ધતિઓ અંગે આ વર્કશોપ ખૂબ જ સફળ અને લાભદાયી સાબિત થયો, જે ફચ્ભ્ ૨૦૨૦ના ઉદ્દેશોને અનુરૂપ રહ્ના હતો.