Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

સેગવીની પ્રિસ્તી પટેલે દોડ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવ્યો

સેગવીની પ્રિસ્તી પટેલે દોડ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવ્યો


 (દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વલસાડ, તા. ૧૬ ઃ અમદાવાદમાં ક્રિડા ભારતી દ્વારા આયોજિત દોડ સ્પર્ધામાં વલસાડના સેગવી ગામની પ્રીસ્તી પટેલે ફરી ઍકવાર ૪૦૦ મીટરની દોડ માત્ર ૧ મિનિટ ૧૩ સેકન્ડમાં પૂર્ણ કરી, પ્રીસ્તીઍ ગોલ્ડ મેડલ પ્રા કર્યો છે. આજે જ્યારે સમગ્ર ભારત મહાશિવરાત્રીના પાવન દિવસે ભગવાન શિવની આરાધના કરી રહ્નાં છે, ત્યારે બીજી તરફ -ીસ્તી શિવ સાથે સ્પોર્ટ્સની આરાધના કરીને પોતાની મહેનત અને સમર્પણથી ગોલ્ડ જીતવાનો સંકલ્પ સાકાર કરી રહી છે. પ્રીસ્તી સતત પોતાની પ્રેક્ટિસ, શિસ્ત અને મજબૂત મનોબળથી સફળતાની નવી ઊંચાઈઓ સર કરી રહી છે. ઙ્કલ્ષ્ટશ્વજ્ઞ્ઁદ્દફૂશ્વ ંશ્ લ્ફૂરિંજ્ઞ્ઙ્ખ તરીકે તેની ઓળખ હવે રાજ્ય સ્તરે મજબૂત બની રહી છે. આ સિદ્ધિ બદલ પ્રીસ્તી પટેલને હાર્દિક અભિનંદન અને ભવિષ્યમાં વધુ ઊંચાઈઓ સર કરવા શુભકામનાઓ. સમગ્ર સેગવી ગામ અને વલસાડ જિલ્લાનું નામ રોશન કર્યું છે. ક્રિકેટની રમતમાં ૨૦૨૬માં વલસાડના હેનીલ પટેલ જવલંત સફળતા મેળવી હવે પ્રીસ્તી પટેલ પણ ઓલમ્પિક ૨૦૩૬માં ભારતનું પ્રતિનિધિત્વ કરે અને દરેકને અને વિશેષ કરીને વલસાડને ગૌરવની લાગણીનો અનુભવ કરાવશે.