Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

વલસાડ શેઠ આર. જે.જે. હાઈ.માં યોગ ગુરુ પ્રીતિબેન પાંડેનું સન્માન

વલસાડ શેઠ આર. જે.જે. હાઈ.માં યોગ ગુરુ પ્રીતિબેન પાંડેનું સન્માન


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) 

વલસાડ, તા. ૧૬ ઃ વલસાડની  જાણીતા શેઠ આર.જે.જે. હાઈસ્કૂલમાં રાષ્ટ્રીય મહિલા દિવસ ૧૩મી ફેબ્રુઆરીના રોજ જાણીતા યોગગુરૂ પ્રીતિબેન પાંડેને યોગના ક્ષેત્રે વિશિષ્ટ યોગદાન બદલ સન્માન કરવામાં આવ્યું. પ્રીતિબેન પાંડે જે ૅયોગ અને જીવન વિજ્ઞાનમાં માસ્ટર ડિગ્રી ધરાવે છે અને તેઓની પ્રકૃતિ વિજ્ઞાનૅ અને ૅઆહાર ચર્યા વિષયમાં માસ્ટરી હોવાથી વિવિધ સ્થળો પર હેલ્થ, વેલ્થ અને હેપીનેસ વિષય માં લેક્ચર લેતા હોય છે. જેથી લોકો સ્વસ્થ નિરોગી અને તંદુરસ્ત બની રહ્ના છે. સાથે સાથે ટ્રેનર બનીને આત્મ નિર્ભર બની રહ્ના છે. પ્રીતિબેન ૨૦ વર્ષથી વધુ સમયથી યોગ ક્ષેત્રે સેવા આપી રહ્ના છે અને હાલે ગુજરાત સ્ટેટ યોગબોર્ડમાં ઝોન કો-ઓર્ડીનેટરના પદે છે અને તેઓ દક્ષિણ ગુજરાત ને યોગ મય બનાવવાની જવાબદારી સંભાળી રહ્ના છે.

 યોગ યાત્રાના ૨૦ વર્ષ દરમિયાન લાખો લોકો ઍમના માર્ગદર્શનમાં યોગની ટ્રેનિંગ લીધી છે. આ કાર્યક્રમમાં ફાયરલેસ બુકિંગ સ્વસ્થ નાસ્તામાં વિજેતા બહેનોને સન્માનિત કરવાનું અવસર મળ્યો હતો.