Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

મગોદ ડુંગરીના અમલેશ્વર મહાદેવ મંદિરે ભકતો ઉમટયા

મગોદ ડુંગરીના અમલેશ્વર મહાદેવ મંદિરે ભકતો ઉમટયા


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) 

વલસાડ, તા. ૧૬ ઃ વલસાડના મગોદ ડુંગરીના શિવ ભક્તોના આસ્થાનું પ્રતિક સમા અમલેશ્વર મહાદેવ મંદિર ખાતે મહાશિવરાત્રીઍ દેવાધિદેવની આરાધનાના આ મહાપર્વ નિમિત્તે ભગવાન ભોળેનાથના દર્શન માટે વહેલી સવારથી મોડે રાત સુધી શિવભક્તોની લાંબી કતાર જોવા મળી હતી.

શિવને જેમ બાર મહિનામાંથી શ્રાવણ પ્રિય છે. તેમ તિથિઓમાં મહાવદ તેરસ ઍટલે કે મહાશિવરાત્રી પ્રિય છે. મહાશિવરાત્રીનું મહત્વ સવિશેષ છે. ભોળેનાથ, શિવશભું સહિતના અગણિત નામો સાથે ભક્તોના દિલમાં વસી ગયેલ ભગવાન શંકરની આરાધના માટે મહાશિવરાત્રીના પાવન પર્વઍ વિશેષ અવસર ગણવામાં આવે છે. હિન્દુ સમુદાયમાં મહાશિવરાત્રી પર્વનું ભારે મહાત્મ્ય આંકવામાં આવે છે. અંતગત રવિવારે મહાવદ તેરસે મહાશિવરાત્રીઍ શિવાલયોમાં શિવ ભક્તોના ઉત્સાહ ઉમંગના અનેરો થનગનાટ વચ્ચે વહેલી સવારથી લઇને આખી રાત પૂજન - અર્ચન વિવિધ પ્રકારના અભિષેક થાય છે મંદિરોમાં મહાઆરતી ભજન સંધ્યા સહિતના કાર્યક્રમ સાથે તમામ શિવાલયો બમ બમ ભોલે અને હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું હતું સાથે સમગ્ર વાતાવરણ શિવમય બની ગયું હતું.