ગુંદલાવના સમુહ લગ્નમાં ૧૧૧ નવ દંપતિઓ પ્રભુતામાં પગલાં માંડશે
- byDamanganga Times
- 17 February, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૧૬ ઃ વલસાડ તાલુકા પટેલ સમાજ પ્રગતિ મંડળ અને શ્રી ચંદ્રમોલેશ્વર મહાદેવજી સંસ્થાપન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે અને ભરતભાઈ કે પટેલ ધારાસભ્ય વલસાડની પ્રેરણાથી ૧૦માં સર્વ જ્ઞાતિ સમૂહ લગ્ન તારીખ ૨૧/૦૨/૨૦૨૬ના શનિવારના રોજ ગુંદલાવ ચોકડી હાઇવે નજીક આવેલા મેદાનમાં સમૂહ લગ્ન યોજાશે. આ સમુહલગ્નમાં ૧૧૧ જેટલા નવદંપતીઓ પ્રભુતામાં પગલાં માંડશે.
વલસાડ તાલુકા પટેલ સમાજ પ્રગતિ મંડળ અને શ્રી ચંદ્રમોલેશ્વર મહાદેવજી સંસ્થાપન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે અને ભરતભાઈ કે. પટેલ ધારાસભ્ય વલસાડની પ્રેરણાથી ૧૦માં સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી તારીખ ૨૧/૦૨/૨૦૨૬ના શનિવારના રોજ ગુંદલાવ ચોકડી હાઇવે નજીક આવેલા મેદાનમાં યોજાશે. આ સમુહલગ્નમાં ૧૧૧ જેટલા નવદંપતીઓ પ્રભુતામાં પગલાં માંડશે. સમુહલગ્નમાં જોડાનાર દરેક નવદંપતીઓને કરિયાવરમાં ચાંદીનું મંગળસૂત્ર સહિત ઘરવખરીની ચીજ વસ્તુઓ સંસ્થા તરફથી દાન કરવામાં આવશે. મામેરામાં કન્યા માટે પાનેતર, વર માટે શેરવાની તદ ઉપરાંત આ સમૂહ લગ્નમાં ભાગ લેનાર યુગલને સરકારી યોજના હેઠળ કન્યાને સાત ફેરા સમૂહ લગ્ન યોજના હેઠળ રૂ. ૧૨૦૦૦ અને કુંવરબાઈ મામેરુ યોજના હેઠળ રૂ. ૧૨૦૦૦ જે તે જરૂરી ડોક્યુમેન્ટ રજૂ કર્યા થી સરકાર તરફથી સહાય મળવા પાત્ર છે. આ ઉપરાંત દરેક યુગલ પૈકી ઍકને પોસ્ટલ ગ્રુપ યોજના હેઠળ ઍકસીડન્ટ ૧૦ લાખ રૂપિયાનું વીમા કવચ પૂરું પાડવામાં આવશે.જેનું વાર્ષિક પ્રીમિયમ વલસાડ તાલુકા પટેલ સમાજ મંડળ દ્વારા ઍકવાર ભરવામાં આવશે.
આ દસમાં સમૂહ લગ્નમાં લગભગ ૨૫૦૦૦ લોકોની મેદની ઉમટી પડશે. અને કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, જિલ્લાના સાંસદ ધવલભાઈ પટેલ, નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ, જિલ્લાના ધારાસભ્યો, સાધુ સંતોને આમંત્રણ આપવામાં આવ્યું છે. ખાસ સમુહ લગ્નને સફળ બનાવવા માટે વલસાડ કોળી સમાજના પ્રમુખ અને ધારાસભ્ય ભરતભાઈ પટેલ,મંત્રી રામુભાઇ પટેલ, ઉપપ્રમુખ શશીભાઈ, સહમંત્રી રોહિતભાઈ ગુંદલાવના સરપંચ અને સમૂહ લગ્નના કન્વીનર નીતિનભાઈ પટેલ સહિત સ્વયંસેવકો તડામારા તૈયારીઓ કરી રહ્ના છે.
