Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

મોગરાવાડી- અબ્રામા રોડ પર માટી પુરાણમાં પથ્થરો અને વૃક્ષોના થડ-કચરાનો ઉપયોગ!

મોગરાવાડી- અબ્રામા રોડ પર માટી પુરાણમાં પથ્થરો અને વૃક્ષોના થડ-કચરાનો ઉપયોગ!


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) 

વલસાડ, તા. ૧૬ ઃ વલસાડ નગરપાલિકા દ્વારા ૧૦ કરોડના ખર્ચે વલસાડના મોગરાવાડી વિસ્તારથી અબ્રામા તરફ જતાં મુખ્ય માર્ગ પર હાલમાં ચાલી રહેલી માટી પુરાણની કામગીરીમાં માટીની સાથે  કોંક્રીટ  પથ્થરો ઝાડ, થડ,  મૂળ કચરો સહિત માટી સાથે નાખવામાં આવતા ભવિષ્યમાં રસ્તો બેસી જવાની તેમજ ચોમાસામાં રસ્તા ઉપર મોટા ખાડા  પડવાનો ભય ઊભો થતાં ટકાઉ સામે પ્રશ્નાર્થ ઊભો થયો છે.

વલસાડ નગરપાલિકા દ્વારા વલસાડના મોગરાવાડીથી અબ્રામા હાઇવે ગિરિરાજ હોટલ સુધી રસ્તાનું નવીનીકરણ કરવા માટે દસ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. જે રસ્તાનું નવીનીકરણ કરવા માટે કોન્ટ્રાક્ટર દ્વારા છેલ્લા બે મહિનાથી રસ્તો બનાવવાની કામગીરી ગોકળગાય ગતિઍ ચાલી રહી છે. તો બીજી તરફથી અબ્રામા હાઇવે સુધીનો રસ્તો પહોળો કરવા માટે કોઈપણ જાતની નગરપાલિકા પ્રક્રિયા હાથ ધરવામાં નહીં આવતા કામમાં વિલંબ થઈ રહ્નાં છે. મોગરાવાડીથી અબ્રામા હાઇવે તરફ જતો રસ્તો અત્યંત ધૂળવાળો અને બિસ્માર હોવાથી રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકો ભારે પરેશાન થઈ રહ્ના છે. રસ્તો ઊંચો કરવા માટે માટી પુરાણ માં માટીની સાથે તેની અંદર  ઝાડ નો થળ  મૂળ, પથ્થર, કોંક્રીટ, કચરો ઉપર જ માટી પુરાણ કરવામાં આવતું હોવાની ઉઠી છે. જેના કારણે માટી પૂર્ણ કામગીરીની ગુણવત્તા અને ગંભીર સવાલો ઊભા થયા છે.

સામાન્ય રીતે રસ્તાના મજબૂતીકરણ માટે લેવલિંગ મુજબ માટીનો ઉપયોગ કરવાનો હોય છે. તેના બદલે અહીં નકામો કચરો અને પથ્થરોનો ઉપયોગ થઈ રહ્ના છે. પથ્થરો અને ઝાડના જથ્થાને કારણે ભવિષ્યમાં આ રસ્તો બેસી જવાની અને  ચોમાસા દરમિયાન ગાબડા પડવાની પૂરેપૂરી શક્યતા છે.