વીઆઈઍની વર્તમાન ટીમ બિનહરીફ જાહેર થશે
- byDamanganga Times
- 16 February, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૧૫ ઃ વાપી ઇન્ડસ્ટ્રીઝ ઍસોસિઍશનની આગામી ત્રણ વર્ષ માટે યોજાનારી ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ ભરવાના છેલ્લા દિવસે માત્ર વર્તમાન ટીમના ૧૪ સભ્યોના ફોર્મ ભરાયા પરંતુ વિરોધ પક્ષ દ્વારા કોઈપણ ઉમેદવારી નહીં કરાતાવર્તમાન ટીમના ૧૪ સભ્યો બિનહરીફ જાહેર થશેવાપી ઇન્ડસ્ટ્રીઝ ઍસોસિઍશનની આગામી ત્રણ વર્ષ માટે યોજાનારી સામાન્ય ચૂંટણીના શનિવાર તા. ૧૪-૦૨- ૨૦૨૬ના રોજ ફોર્મ લેવાનો અને ભરવાનો અંતિમ દિવસ હોય ઍ માટે વીઆઇઍની વર્તમાન ટીમના ૧૧ કારોબારી સભ્યો અને ઍક ઍસોસીઍટ મળી કુલ ૧૪ ફોર્મ ભરાયા હતાં. જેની સામે વિરોધ પક્ષના ઍક પણ ફોર્મ નહીં ભરાતા હવે આગામી તારીખ ૨૩મીના રોજ ભરાયેલા ફોર્મની ચકાસણી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે અને તમામ ભરાયેલા ફોર્મના સભ્યોને બિનહરીફ જાહેર કરવામાં આવશે. ભરાયેલા ફોર્મોમાં વર્તમાન વીઆઇઍના પ્રમુખ સતિષભાઈ પટેલ, સેક્રેટરી કલ્પેશભાઈ વોરા, મગનભાઈ સાવલિયા, રાજીવ મુન્દ્રા, રાજુલ શાહ, ચંદ્રેશ મારુ, પ્રભાકર બોરલે, સંજય સવાણી, શ્રીકૃષ્ણાનંદ હેવલે, કુલદીપ પટેલ, રાજ ગોગાની, હાર્દિક શાહ, કેતન શાહ, મેહુલ પટેલ, મળી કુલ ૧૪ કારોબારી સભ્ય દ્વારા ફોર્મ ભરાયા છે. જ્યારે ઍડવાઈઝરી બોર્ડના સભ્યોમાં રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ, વાપી નોટિફાઇડ બોર્ડના ચેરમેન યોગેશભાઈ કાબરીયા, મિલનભાઈ દેસાઈ, ઍ. કે. શાહ, ઍલન ગર્ગ દ્વારા વીઆઈઍની ઍડવાઈઝરી બોર્ડના સભ્યો સાથે મળી વીઆઇઍની ટીમને માર્ગદર્શન આપવામાં આવશે.
