સેગવાથી ગાંજા સાથે ઍક ઝડપાયો
- byDamanganga Times
- 16 February, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૧૫ ઃ વલસાડ ઍસઓજીની ટીમને મળેલી બાતમી આધારે વલસાડના સેગવા ગામના સડક ફળિયાના ઍક ઘરમાં છાપો મારતા ૧.૪૭૮ કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે ઍક આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે.
સુરત રેન્જ આઈ જી પ્રેમવીરસિંહ સીધા માર્ગદર્શન હેઠળ વલસાડ જિલ્લા પોલીસવડા યુવરાજસિંહ જાડેજા, વલસાડ જિલ્લામાં ગેરકાયદેસર રીતે માદક પદાર્થનું વેચાણ તથા સેવન કરતા ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા આપેલ સુચના આપતા વલસાડ જિલ્લા ઍસઓજી પી. આઈ. ઍ.યુ. રોઝ ઍસ.ઓ.જી. તથા ઍસ.ઓ.જી. પોલીસ ટીમને મળેલી બાતમી આધારે વલસાડના સેગવા ગામના સડક ફળિયામાં રહેતા ઉમેદભાઇ ઉર્ફે ભાણાભાઇ મગનભાઇ કોળી પટેલ ઉ.વ.૫૭, રહે. સેગવા ગામ, સડક ફળીયા, વલસાડના ઘરમાં ગેરકાયદેસર રીતે ગાંજાનો જથ્થો વેચાણ માટે રાખેલ છે.
જે બાતમી હકિકત આધાર ઘરે છાપો મારતા ૧.૪૭૮ કિલોગ્રામ કિંમત રૂપિયા ૭૩,૯૦૦ ગાંજાનો જથ્થો સાથે આરોપી ઉમેદભાઇ ઉર્ફે ભાણાભાઇ મગનભાઇ કોળી પટેલ ઉ.વ.૫૭, રહે. સેગવા ગામ, સડક ફળીયા, તા.જી.વલસાડની ધરપકડ કરી છે.
જેના વિરુદ્ધ વલસાડ રૂરલ પોલીસ પથકમાં ઍન.ડી.પી.ઍસ ઍક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ પોલીસે હાથ ધરી છે.
