વલસાડમાં મહાશિવરાત્રી પર્વઍ ભક્તોના ઘોડાપુર ઉમટ્યા
- byDamanganga Times
- 16 February, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા.૧૫ ઃ મહાશિવરાત્રીના પર્વ નિમિત્તે વલસાડ શહેર અને જિલ્લાના શિવ મંદિરોમાં વહેલી સવારથી જ ભક્તોની વહેલી સવારથી લાંબી લાઈનો મંદિરોમાં હર હર મહાદેવ અને ઓમ નમઃ શિવાય ના નાદ સાથે સમગ્ર વાતાવરણ શિવમય બની ગયું હતું.
દેવાધિદેવ મહાદેવનો આજે મહાશિવરાત્રી પર્વ નિમિત્તે વલસાડ શહેરના અબ્રામા આવેલા ઐતિહાસિક તડકેશ્વર મહાદેવ, આરપીઍફ મેદાનમાં પશુપતિનાથ મહાદેવ મંદિર, પારનેરા પારડી ચંદ્રમોલેશ્વર મહાદેવ મંદિર,ઘડોઇ ગુેશ્વર મહાદેવ મંદિર, વલસાડ તિથલ રોડ હાઉસિંગ બોર્ડ સિદ્ધેશ્વર મહાદેવ મંદિર, પારનેરા કમલેશ્વર મહાદેવ, વલસાડના ઘડુચી મહાદેવ મંદિર, મોગરાવાડી કોટેશ્વર મહાદેવ મંદિર, કોચવાડા અતુલેશ્વર મહાદેવ મંદિર, શાકભાજી માર્કેટમાં આવેલા સિધ્ધનાથ મહાદેવ મંદિર સહિત આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં આવેલા મહાદેવ મંદિરોમાં આજરોજ વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. મહાશિવરાત્રી પર્વ નિમિત્તે કેટલાક મંદિરોમાં ઘીના કમળ પણ કંડારવામાં આવ્યા હતા. ભક્તોઍ શિવલિંગ પર શિવલિંગ પર દૂધ, જળ કાળા તલ, ધતુરો, ધતુરા ના ફૂલ, કમળ, બિલીપત્ર સહિતનો ચઢાવવા ચઢાવી ધન્યતા અનુભવી હતી. તો ઘોડોઈ ગામે આવેલ નદી કિનારે કેટલાક લોકો મૃતક આત્માને શાંતિ માટે તર્પણ વિધિ પણ કરી હતી. જ્યારે ઘડોઇ ગામે દર વર્ષની જેમ આ વર્ષે પણ લોકમેળો ભરાતો હોય ઍનો આનંદ મળવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. શહેરના મુખ્ય માર્ગો પર હેરફેર ઠંડા પાણી છાશ ફરાળી વાનગીઓ કેળા સહિતનો પ્રસાદ વિતરણ કરવામાં આવ્યો હતો. રાત્રિ દરમિયાન શિવ મંદિરોમાં મહાઆરતી અને ચાર પ્રહરની પૂજાનું પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.
