વલસાડ હાઈવેથી દારૂ ઝડપાયો
- byDamanganga Times
- 16 February, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૧૫ ઃ વલસાડ સીટી પોલીસની ટીમે બાતમી આધારે વલસાડ ના રુ નેશનલ હાઈવે નંબર ૪૮ પર ધરમપુર ચોકડી પાસે સ્વાદ હોટલની સામે વોચ ગોઠવી ઉભા હતા. તે દરમિયાન મુંબઈથી સુરત તરફ જતા કન્ટેનર નંબર ય્થ્-૨૯-ઞ્ગ્-૬૩૦૧ ને શંકાના આધારે પોલીસે કન્ટેનર માં કરતા મોટા વાહનોના જૂના ટાયરો હટાવીને તપાસ કરતા તેની પાછળ છુપાવેલો વ્હીસ્કી અને બીયરના કુલ ૩૬૭ બોક્સ જ કર્યા છે, જેમાં કુલ ૯,૦૪૮ બોટલ અને ટીન નો જથ્થો મળી દારૂની કુલ કિંમત રૂ. ૨૩,૬૧,૬૦૦ તેમજ ૧૦ લાખનું કન્ટેનર, મોબાઈલ અને જૂના ટાયરો મળીને પોલીસે કુલ રૂ. ૩૫,૨૬,૨૦૦ નો મુદ્દામાલ સાથે કન્ટેનર ચાલક પ્રેમરાજ કલ્યાણ ગુર્જર ઉ.વ. ૨૦ રહે. મૂળ રાજસ્થાનના સવાઈ માધોપુર ની ધરપકડ કરી છે.
