બીલીમોરામાં આરસી કપ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ
- byDamanganga Times
- 16 February, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
બીલીમોરા, તા.૧૫ ઃ નવસારી ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ ઍસોસિઍશન દ્વારા આયોજિત પ્રતિષ્ઠિત ય્ઘ્ કપ ૨૦૨૬ નું કોથમંડીના વિશાળ મેદાન પર રવિવારે રોમાંચક સમાપન થયું હતું. ટુર્નામેન્ટમાં દેવી ઇન્જિનિયર્સ, ૩ભ્ પેન્થર્સ, ઍમડી મોટાલા ડેવલોપર્સ, -ભાકુંજ ઇન્ડિયન, યોહાન યોદ્ધા, જે જે ઇલેવન, ડીપી ઇલેવન, પંથ પેન્થર, પટેલ ઇલેવન અને જલાલપોર વોરિયર જેવી કુલ ૧૦ શક્તિશાળી ટીમોઍ ઉત્સાહભેર ભાગ લીધો હતો. મેચીસ બોલથી રમાયેલી આ ૨૦-૨૦ ઓવરની ટુર્નામેન્ટની ફાઈનલ મેચમાં દેવી ઇન્જિનિયર્સ અને પટેલ ઇલેવન વચ્ચે ખરાખરીનો જંગ ખેલાયો હતો. દેવી ઇન્જિનિયર્સે પ્રથમ દાવમાં ૧૫૪ રનનો લક્ષ્યાંક આપ્યો હતો, જેની સામે પટેલ ઇલેવનની ટીમ માત્ર ૮૯ રનમાં ઓલઆઉટ થઈ જતાં દેવી ઇન્જિનિયર્સ ચેમ્પિયન બની હતી. મેચના અંતે શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ખેલાડીઓને ટ્રોફી અને રોકડ ઇનામોથી પુરસ્કૃત કરવામાં આવ્યા હતા.
ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા માટે અંડર-૧૯ વર્લ્ડ કપ વિજેતા ટીમના સ્ટાર ખેલાડી હેનિલ પટેલ, ધારાસભ્ય અને ફઝ઼ઘ્ખ્ પ્રમુખ આર.સી. પટેલ, ટ્રેઝરર અશોક ગજેરા, સેક્રેટરી પરેશ નાયક, ઉપપ્રમુખ મનહર દોઢીયા, ફભ્ન્ ચેરમેન રાજૂ ઈરાની અને કપ ચેરમેન હિતેશભાઈ મામુ સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્ના હતા. મેચ રેફરી શિવાંગ પારેખ અને ટીમ ઓનર્સની હાજરીમાં રમાયેલી આ સ્પર્ધાઍ નવસારીના ક્રિકેટ પ્રેમીઓમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું. ધારાસભ્ય આર.સી. પટેલે વિજેતા ટીમને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, આવા આયોજનોથી સ્થાનિક ખેલાડીઓને પોતાની પ્રતિભા બતાવવાની અમૂલ્ય તક મળે છે.
