ભેંસકાતરીમાં દીપડીના બચ્ચાને ઉગારાયું
- byDamanganga Times
- 16 February, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
સાપુતારા, તા. ૧૫ ઃ ડાંગ જિલ્લાનાં ઉત્તર વન વિભાગમાં સમાવિષ્ટ ભેંસકાતરી રેંજનાં ભેંસકાતરી ગામ નજીકથી આજે દીપડીનું ઍક માસૂમ બચ્ચુ મળી આવતા સ્થાનિક પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.સૂકા પાંદડા અને કાંટાળી ઝાડીઓ વચ્ચે છુપાયેલા આ બચ્ચા વિશે ગ્રામજનોઍ તાત્કાલિક ભેંસકાતરી રેંજ વિભાગને જાણ કરી હતી, જેના પગલે ભેંસકાતરી રેંજનાં ય્જ્બ્ ઍસ.કે.કોંકણી અને તેમની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. હાલમાં વન વિભાગની ટીમે સાવચેતીપૂર્વક આ બચ્ચાનું રેસ્ક્યુ કરી તેને સુરક્ષિત રીતે કબજે લીધું હતુ. સામાન્ય રીતે આવા કિસ્સામાં માદા દીપડી પોતાના બચ્ચાની શોધમાં ફરી તે જ વિસ્તારમાં આવતી હોય છે. આ બાબતને ધ્યાને રાખીને ઉત્તર વન વિભાગની ટીમે દીપડી (માતા) ને શોધવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. બચ્ચાને તેની માતા સાથે પુનઃ મિલન કરાવી સુરક્ષિત રીતે જંગલમાં છોડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. જ્યાં સુધી માતા ન મળી આવે ત્યાં સુધી વનકર્મીઓ દ્વારા તે વિસ્તારમાં દેખરેખ રાખવામાં આવી રહી છે. હાલમાં વન વિભાગ દ્વારા દીપડી માતાને શોધવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે અને આ નાનકડા બચ્ચાને ફરી તેની માતા સાથે મિલન કરાવી જંગલમાં સુરક્ષિત રીતે છોડવા માટેની જરૂરી તજવીજ હાથ ધરવામાં આવી છે. સાથે સ્થાનિક લોકોને પણ સાવચેત રહેવા માટે અપીલ કરી છે.
