Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

કાકડવેરી ગ્રા.પં. ભવનનું લોકાર્પણ

કાકડવેરી ગ્રા.પં. ભવનનું લોકાર્પણ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) 

નવસારી, તા. ૧૫ ઃ  રાજ્યના આદિજાતિ વિકાસ, ખાદી, કુટિર અને ગ્રામોદ્યોગ વિભાગના મંત્રી નરેશભાઈ પટેલે  નવસારી જિલ્લાના ખેરગામ તાલુકાના કાકડવેરી ગામે નવનિર્મિત ગ્રામ પંચાયત મકાનનું  લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે ગ્રામજનોમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. આ અવસરે મંત્રીઍ જણાવ્યું હતું કે નવનિર્મિત ગ્રામ પંચાયત મકાનથી ગ્રામજનોની સુવિધાઓમાં વધારો થશે આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ રાજેશભાઈ પટેલ, સરપંચ નરેન્દ્રભાઈ પટેલ, ખેરગામ તાલુકા વિકાસ અધિકારી વિરાણી, સ્થાનિક આગેવાનો, અધિકારીઓ તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્નાં હતા અને વિકાસકાર્યો બદલ આભાર વ્યક્ત કર્યો હતો.