Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

ગણદેવીની દમણિયા હોસ્પિટલમાં સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો

ગણદેવીની દમણિયા હોસ્પિટલમાં સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) 

ગણદેવી, તા. ૧૫ ઃ દમણિયા હોસ્પિટલ ખાતે અમેરિકા નિવાસી રમેશભાઈ નાથુભાઈ પટેલના સૌજન્યથી આયોજિત વિનામૂલ્યે સર્વરોગ નિદાન અને રક્તદાન કેમ્પમાં ૧૧૨ દર્દીઓઍ નિષ્ણાંત તબીબોની સેવાનો લાભ લીધો હતો. કેમ્પમાં હૃદયરોગ, સ્ત્રીરોગ અને સર્જરી જેવા વિવિધ વિભાગોના તબીબોઍ તપાસ કરી હતી,જેમાં જરૂરિયાતમંદોને વિનામૂલ્યે ચશ્મા વિતરણ અને ફેકો મશીન દ્વારા મોતિયાના મફત ઓપરેશનની સુવિધા પણ ઉપલબ્ધ કરાવાઈ હતી.

કાર્યક્રમની શરૂઆતમાં હોસ્પિટલના પ્રમુખ અરવિંદ કાપડિયાઍ સૌ મહેમાનો અને દર્દીઓને આવકાર્યા હતા. કેમ્પમાં હૃદયરોગ, સ્ત્રીરોગ, જનરલ સર્જરી, યુરોલોજીસ્ટ, પ્લાસ્ટિક સર્જરી અને આંખના નિષ્ણાંત તબીબોની સાથે ઍન.ઍમ.પી. બ્લડ સેન્ટર, બીલીમોરાના ડોક્ટર્સ અને સ્ટાફે સેવા આપી હતી. દર્દીઓ માટે લેબોરેટરી તપાસ, સુગર રિપોર્ટ અને ઈસીજી જેવી સુવિધાઓ સંપૂર્ણપણે મફત રાખવામાં આવી હતી. જે દર્દીઓને મોતિયાની તકલીફ જણાઈ છે, તેમના ઓપરેશન દમણિયા હોસ્પિટલમાં જ અત્યાધુનિક ફેકો મશીન દ્વારા વિનામૂલ્યે કરી આપવામાં આવશે. રમેશભાઈ પટેલના આર્થિક સહયોગથી આયોજિત કેમ્પથી સ્થાનિક ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓને ઘરઆંગણે મોટી રાહત મળી હતી.