Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

બીલીમોરા જીઆઇડીસીની ગોલ્ડન જ્યુબિલી ઉજવાઈ

બીલીમોરા જીઆઇડીસીની ગોલ્ડન જ્યુબિલી ઉજવાઈ


(દમણગંગા ટાઇમ્સ પ્રતિનિધિ)

 બીલીમોરા, તા.૧૫ ઃ બીલીમોરા જીઆઇડીસી ઇન્ડસ્ટ્રીયલ ઍસ્ટેટના સ્થાપના કાળને ૫૦ વર્ષ પૂર્ણ થતાં શુક્રવાર સવારે સુવર્ણ જ્યુબિલી મહોત્સવ ઍસી ચોકસી કોન્ફરન્સ હોલ માં યોજાયો હતો. ૧૯૭૬માં સ્થાપિત આ ઔદ્યોગિક વસાહતે છેલ્લા પાંચ દાયકામાં હજારો પરિવારોને રોજી-રોટી પૂરી પાડી સમગ્ર વિસ્તારના આર્થિક વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે.આ ગોલ્ડન જ્યુબિલી અવસરે બીલીમોરા ઇન્ડસ્ટ્રીઝ ઍસોસિયેશન દ્વારા આયોજિત કાર્યક્રમમાં આજી-માજી ૭ પ્રમુખોના યોગદાનને યાદ કરીને તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમાં યોગેશભાઈ મિસ્ત્રી, મુકેશભાઈ મહેતા, ઉપેન્દ્રભાઈ અમીન, નગીનભાઈ પટેલ, પરેશભાઈ પટેલ, વિજયભાઈ નાયક અને તુષારભાઈ દેસાઈને સન્માનપત્ર ઍનાયત કરી તેમના કાર્યકાળના સંસ્મરણો તાજા કરાયા હતા. આ સોનેરી અવસરે જીઆઇડીસીના રિજનલ મેનેજર રાકેશભાઈ પટેલ, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના મેનેજર પાવાગઢી, ફેડરેશન ઓફ ઇન્ડસ્ટ્રીઝ ઍસોસિઍશનના પ્રમુખ નિર્મલ દુધાની તેમજ ચીખલી ડીવાયઍસપી ભગીરથ ગોહિલ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્ના હતા. આ સોનેરી પ્રસંગે રૂ.૧૭ કરોડના ખર્ચે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલોપમેન્ટ અંતર્ગત રસ્તા, ભૂગર્ભગટર, પાણી અને સ્ટ્રીટ લાઈટ નવીનીકરણના કામો માટે ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું હતું. સરકારી સહાયથી થનારા આ વિકાસકાર્યો આવનારા સમયમાં ઉદ્યોગોને વધુ સશક્ત બનાવશે અને રોજગારીના નવા અવસર ઊભા કરશે. બીલીમોરા જીઆઇડીસીઍ ઔદ્યોગિક વિકાસ સાથે સામાજિક જવાબદારી પણ નિભાવી છે.  કાર્યક્રમનું સુચારુ સંચાલન રમેશભાઈ પટેલે કર્યું હતું અને આભારવિધિ કમલેશભાઈ મિસ્ત્રીઍ વ્યક્ત કરી હતી.