Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

ધરમપુરની ઍસઍમઍસઍમ હાઈ. માં કબડ્ડી પ્રીમીયર લીગ યોજાઈ

ધરમપુરની ઍસઍમઍસઍમ હાઈ. માં કબડ્ડી પ્રીમીયર લીગ યોજાઈ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

ધરમપુર, તા. ૧૫ ઃ ધરમપુર સ્થિત વલસાડ જિલ્લા કબડ્ડી ઍસોસિઍશન દ્વારા ઍસઍમઍસઍમ હાઈસ્કૂલ ખાતે વલસાડ કબડ્ડી પ્રીમિયર લીગ સીઝન-૧ ૨૦૨૬નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લામાં સૌપ્રથમ વખત આયોજિત આ કબડ્ડી પ્રીમિયર લીગમાં કુલ ૯ ઓનર દ્વારા ૯૬ ખેલાડીઓઍ નોંધણી કરાવી ઉત્સાહભેર ભાગ લીધો હતો.

લીગ માટે નિયુક્ત ૯ ટીમોના ઓનરોમાં પ્રાચી ટ્રેડર્સના સતીશભાઈ ચૌધરી, ટ્રાયબલ વોરિયર્સના સૌરભ માહલા, જોહાર સુપર કિંગના ડૉ. અનુપ પટેલ, રૂહી સ્ટારના જીતુ પટેલ, ઍક્સિલન્સ કોચિંગના રોશન બનજારા, ધ્રુતિ ટ્રેડર્સના સુરેશ ચૌધરી, વાયકિંગ બાર્બરનાં ભાવેશ પટેલ, ઍલ શડાઈના જીગર પટેલ તેમજ મેક્સ ઇલેવનના ડૉ. સોમ્યુઅલ પાડવીનો સમાવેશ થયો હતો. ઉદ્ઘાટન પ્રસંગે ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ, વલસાડ જિલ્લા ભાજપ મહામંત્રી ગણેશભાઈ બિરારી, ગુજરાત રાજ્ય કબડ્ડી ઍસોસિયેશનના માજી પ્રમુખ દિનેશભાઈ પટેલ, સહકારી ક્ષેત્રના અગ્રણી જીવાભાઈ આહીર, ધનેશભાઈ ચૌધરી તથા પ્રભાકર યાદવ ઉપસ્થિત રહ્ના હતા. ઍસઍમઍસઍમ હાઈસ્કૂલના આચાર્ય દીપકભાઈ પટેલે શાબ્દિક સ્વાગત કર્યું હતું.

  સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન ઍસોસિઍશનના પ્રમુખ જગદીશભાઈ પટેલ, સેક્રેટરી બાબુભાઈ ભગારીયા, સહમંત્રી જયેશભાઈ ટંડેલ તથા મુકેશભાઈ પટેલનો પૂર્ણ પણે સહયોગ રહ્ના હતો.

રોમાંચક ફાઈનલ મેચમાં રૂહી સ્ટાર અને ધ્રુતિ ટ્રેડર્સ વચ્ચે જબરદસ્ત ટક્કર જામી હતી, જેમાં રૂહી સ્ટાર વિજેતા બની ચેમ્પિયનનો ખિતાબ જીત્યો હતો. ધ્રુતિ ટ્રેડર્સ રનર્સઅપ  જ્યારે ત્રીજા ક્રમે ઍલ શડાઈ ટીમ રહી હતી.

ત્રણેય વિજેતા ટીમોને શીલ્ડ તથા રોકડ ઇનામ ઍનાયત કરવામાં આવ્યા હતા, જ્યારે તમામ ઓનરોનું પણ શીલ્ડ આપી સન્માન કરવામાં આવ્યું હતું. અંતે ઍસોસિઍશનના પ્રમુખ જગદીશભાઈ પટેલે આભારવિધિ આટોપી હતી.