Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

ગિરનારામાં ગરીબ આદિમ પરિવારને પીઍમ આવાસ યોજનાનો લાભ અપાવવા લોકલાગણી

ગિરનારામાં ગરીબ આદિમ પરિવારને પીઍમ આવાસ યોજનાનો લાભ અપાવવા લોકલાગણી


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

ધરમપુર, તા. ૧૫ ઃ વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના ગિરનારા ગામમાં પીઍમ જનમન આવાસ યોજના હેઠળ હકદાર હોવા છતાં ગરીબ આદિમ સમાજના પરિવારને આવાસનો લાભ ન મળતાં ગામલોકોમાં ભારે રોષ ફેલાયો છે. ગામના રહીશ સુધીરભાઈ સોમાભાઈ ભોયા, જેઓ આર્થિક રીતે તદ્દન નબળા છે, તેઓ આજે પણ પાંચ સભ્યો સાથે કાચા અને જર્જરિત મકાનમાં વસવાટ કરવા મજબૂર છે. 

પ્રા માહિતી અનુસાર સુધીરભાઈ મજૂરી તથા નાના પાયે ખેતી કરીને પરિવારનો ગુજરાન ચલાવે છે. ચોમાસા દરમિયાન મકાનમાં વરસાદી પાણી ઘૂસી આવવાથી રહેવા યોગ્ય પરિસ્થિતિ રહેતી નથી. જીવન જોખમમાં મૂકે તેવી હાલતમાં પણ અનેક રજૂઆતો કરવા છતાં આજદિન સુધી આવાસનો લાભ મળ્યો નથી.

તાલુકા પંચાયત સ્તરે ત્રણ વખત તપાસ (ટચિંગ) થયાનું કહેવાય છે, છતાં હકીકતમાં હકદાર પરિવારને લાભથી વંચિત રાખવામાં આવ્યો છે. ગામલોકોનો આક્ષેપ છે કે યોગ્ય અને પારદર્શક તપાસના અભાવે સાચા લાભાર્થીઓને ન્યાય મળતો નથી, જ્યારે બોગસ અરજદારોને લાભ અપાતો હોવાની ગંભીર શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

ગામજનોનું સ્પષ્ટ કહેવું છે કે ભારત સરકાર દ્વારા ગરીબ અને આદિમ સમાજના પરિવારોને પક્કા રહેણાંકની સુવિધા આપવા માટે યોજના અમલમાં મૂકાઈ છે, પરંતુ જમીનસ્તરે બેદરકારી અને ઢીલા વલણને કારણે હકદાર લોકો વંચિત રહી રહ્ના છે.

ગામલોકોઍ તંત્રને ચીમકી આપી છે કે આ મામલે તાત્કાલિક અને નિષ્પક્ષ તપાસ હાથ ધરવામાં આવે, જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તથા સુધીરભાઈ ભોયાના પરિવારને પ્રાથમિકતા આધારે આવાસનો લાભ આપવામાં આવે. ઍવી માંગ ઉઠવા પામી છે. હવે જોવાનું ઍ રહ્નાં કે તંત્ર ગરીબ પરિવારની પીડા સમજી સમયસર ન્યાય આપશે કે પછી જૈસે થે જેવી સ્થિતિ સર્જાશે?