Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

દુલસાડમાં ૩૧ લાખ રુદ્રાક્ષથી નિર્મિત ૩૧ ફૂટ શિવલિંગના હજારો ભકતોઍ દર્શન કર્યા

દુલસાડમાં ૩૧ લાખ રુદ્રાક્ષથી નિર્મિત ૩૧ ફૂટ શિવલિંગના હજારો ભકતોઍ દર્શન કર્યા


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

ધરમપુર, તા. ૧૫ ઃ વલસાડ–ધરમપુર માર્ગ ઉપર આવેલા વાંકલ નજીક દુલસાડ ગામે ૩૧ લાખ રુદ્રાક્ષથી નિર્મિત ૩૧ ફૂટ ઊંચા ભવ્ય રુદ્રાક્ષ શિવલિંગના મહોત્સવને લઈ ધાર્મિક ઉમંગ છવાયો છે. શિવલિંગના દર્શન અને અભિષેક સાથે પૂજ્ય બટુકભાઈ વ્યાસના શ્રીમુખે શિવકથાનું પાવન શ્રવણ કરવા હજારો ભક્તોઍ લાભ લીધો હતો. 

મહોત્સવ અંતર્ગત ધાર્મિક કાર્યક્રમો સાથે વિવિધ સામાજિક સેવાકીય પ્રવૃત્તિઓનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ગત રોજ ૧૦૮ કુંવારીકાઓનું વિધિવત્ પૂજન કરવામાં આવ્યું, જેને લઈ ભક્તોમાં વિશેષ ભાવવિભોરતા જોવા મળી હતી. આ ઉપરાંત આયોજિત બ્લડ ડોનેશન કેમ્પમાં ૨૫થી વધુ બોટલ રક્ત ઍકત્રિત થયું હતું. તેમજ શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલના સહયોગથી યોજાયેલા આઈ કેમ્પમાં ૨૦૦થી વધુ લાભાર્થીઓને વિનામૂલ્યે ચશ્માં વિતરણ કરવામાં આવ્યા હતાં. આ સેવાકીય કાર્યોને ભક્તજનો તથા સ્થાનિકોમાંથી સારો પ્રતિસાદ મળ્યો હતો. ધાર્મિક શ્રદ્ધા અને સામાજિક જવાબદારીનો અનોખો સમન્વય સર્જતા આ મહોત્સવને વિસ્તારમાં વિશેષ પ્રતિષ્ઠા મળી રહી છે      આ પ્રસંગે શ્રીમદ રાજચંદ્ર આશ્રમના પૂજ્ય ગુરુદેવ રાકેશભાઈ તેમજ  નેમીજી સહિત ભાવિક ભક્તો હતાં.