કપરાડાના દિનબારીમાં ક્રિકેટ ટુર્ના.નો શુભારંભ
- byDamanganga Times
- 16 February, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
કપરાડા, તા. ૧૫ ઃ નાનાપોંઢા અને કપરાડા તાલુકામાં યુવાનોમાં ક્રિકેટ પ્રેમ વધુ જોવા મળે છે. જેમાં તાજેતરમાં રમાયેલ ઝિમ્બાબ્વે અને નામિબિયા અંડર - ૧૯ વિશ્વકપમાં ભારતીય ટીમ વિજેતા થઈ હતી. જેમાં વલસાડ જિલ્લાના ખેડૂતના દીકરો હેનિલ પટેલ પણ ભરી ટીમમાં સામેલ હતાં. જેને લઈને આજે ગ્રામ્ય વિસ્તારના ક્રિકેટ પ્રેમી યુવાનોમાં વધુ ઉત્સાહ જોવા મળી રહ્ના છે. ઉલ્લેખનીય છે. કે કપરાડા તાલુકાના દિનબારી ગામમાં સ્વામી વિવેકાનંદ સપોર્ટ ગ્રાઉન્ડ ખાતે દિનબારી પ્રિમ્યરલીગ - ૨૦૨૬ના શુભારંભ પ્રસંગે હેનિલ પટેલ ની વિશેષ ઉપસ્થિતિથી ક્રિકેટ પ્રેમી યુવાનોનો ઉત્સાહ વધાર્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિત અંડર ૧૯ વલ્ડકપ વિજેતા ભારતીય ટીમના ખેલાડી હેનિલ પટેલનું ભવ્ય સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું. અને ટુર્નામેન્ટના શુભારંભ હેનિલ પટેલના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે હેનિલ પટેલે જણાવ્યું કે, ગ્રામ્ય વિસ્તાર માંથી પણ મહેનત કરી ક્રિકેટમાં આગળ પહોંચી શકાય છે. આ કાર્યકમમાં ગુજરાત સરકારના પૂર્વ મંત્રી અને કપરાડા ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી, જિલ્લા પંચાયત વલસાડના પ્રમુખ મનહરભાઈ પટેલ કપરાડા તાલુકા પંચાયતના પ્રમુખ હીરાબેન માહલા, જિલ્લા પંચાયત સભ્ય મીનાક્ષીબેનગાંગોડા, દક્ષાબેન ગાયકવાડ, તાલુકા પંચાયત સભ્ય ધરિત્રીબેન સહિતના આગેવાનો અને મોટી સંખ્યામાં ક્રિકેટ પ્રેમી યુવાનો અને દર્શકો ઉપસ્થિત રહ્ના હતાં.
