Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

બાલચોîડીમાં મહાશિવરાત્રીઍ ભાવિક ભકતો ઉમટયા

બાલચોîડીમાં મહાશિવરાત્રીઍ ભાવિક ભકતો ઉમટયા


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

કપરાડા, તા. ૧૫ ઃ વલસાડ જિલ્લાના નાનાપોંઢા તાલુકાના બાલચોંડી કોલક નદીના કિનારે રમણીય વાતાવરણ વચ્ચે આવેલુ વર્ષો જૂનું સુપ્રસિદ્ધ ભુવનેશ્વર મહાદેવનું શિવાલય આવેલું છે. નાનાપોંઢા, કપરાડા ધરમપુર અને દાદરા નગરહવેલી વિસ્તારના લોકો માટે આસ્થા અને ભક્તિનું કેન્દ્ર બનેલું શિવાલય ઍટલે બાલચોંડીનું ભુવનેશ્વર મહાદેવ આજે મહાશિવરાત્રીના પવન પર્વ નિમિતે અહીં હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો વહેલી સવારમાં જ શિવાલયનું દર્શન કરવા લાંબી કતારોમાં ઉમટી પડ્યા હતાં અને શિવલિંગ પર જળ, પુષ્પો, બિલીપત્રો ચઢાવી ધન્યતા અનુભવતા ભાવિક ભક્તો  અલૌકિકની દિવ્ય અનુભૂતિ કરી રહ્ના હોવાનું જાણવા મળે છે. ઉલ્લેખનીય છે. કે આ મંદિરનું નિર્માણ ૧૯૬૧માં અખંડાનંદ મહારાજના સાનિધ્યમાં થયું હતું. ત્યારથી આ શિવાલયમાં મહાશિવરાત્રીના દિવસે ત્રિદિવસીય મેળો ભરાય છે. સાથે આ મંદિર પરિસરમાં વર્ષો જૂનું સ્વયભુ હનુમાન બિરાજમાન છે. સાથે લક્ષ્મીમાતાની મનોહર મૂર્તિનું અલૌકિક સ્થાપના કરવામાં આવેલી અને આ જ આસ્થાને ભક્તિના કેન્દ્ર સ્થાનમાં જલારામ બાપાનું ભવ્ય મંદિર આવેલું છે. આમ ભક્તો ઍકી સાથે શિવાયલ, હનુમાનજી, લક્ષ્મી માતા અને જલારામ બાપાની ભક્તિ ભાવથી પૂજા અર્ચના કરી શાંતિની અનુભૂતિ કરી રહ્ના છે. મહાશિવરાત્રી દિવસે આખો દિવસ અને રાત્રિના બાર વાગ્યા સુધી આ શિવલાલ પરિસર આધ્યાત્મિક વાઈબ્રેશન નથી ગૂંજતું રહે છે. આ મેળામાં વિવિધ પ્રકારની ચીજ વસ્તુઓના મોટા મોટા સ્ટોલ લાગેલા હોય છે.

 આ ઉપરાંત જીવન જરૂરિયાત વસ્તુઓ પણ આ મેળા માં લોકો મોટી સંખ્યામાં ખરીદી કરે છે. સાથે મનોરંજનોના સાધનોથી યુવા વર્ગ ખૂબ મેળાનો આનંદ લે છે. મહાશિવરાત્રીના આગલા દિવસથી આ મેળાનો પ્રારંભ થઈ જાય છે. મહાશિવરાત્રીના બીજા દિવસે પણ આ મેળો ચાલે છે. ઉલ્લેખનીય છે. મહાશિવરાત્રીના પવિત્ર પર્વના દિવસે દાનનું અનેરું મહત્વ રહેલું છે. આ મેળા મોટી સંખ્યા માં ભિક્ષુકો આવે છે. લોકો અન્ન, વસ્ત્રો, ધન જેવી વસ્તુઓ ભિક્ષુકોને ઉદારતાથી દાન કરી શાંતિ અને આનંદ અનુભવે છે.

આ ઉપરાંત કોલક નદી કિનારે આવેલું ગંગા કુંડના અનેરો મહિમા છે. આ કુંડમાં પાણીની ધારા બારે માસ વહેતી રહે છે. મહાશિવરાત્રીના દિવસે આ કુંડમાં હજારો શ્રદ્ધાળુઓ સ્નાન અથવા કુંડનું પાણી માથે ચઢાવી ગંગા સ્નાનની અનુભૂતિ કરે છે. સાથે કોલક નદી કિનારે મહાશિવરાત્રીના દિવસે મૃતકોના પરિવાર જાણો પિતૃઓના આત્માને શાંતિ માટે સારણક્રીયા કરે છે અને મૃતકો સ્મરણાર્થે અન્ન, વસ્ત્રો અને ધનનું દાન કરે છે. આમ મહાશિવરાત્રીના પવિત્ર પર્વની બાલચોડી ખાતેનું ભુવનેશ્વર મહાદેવનું શિવાલય ભવ્યથી ભવ્ય ઉજવણી થાય છે. આ ત્રિદિવસીય મેળો માટે ગામ સરપંચ રાજેશભાઈ પટેલ, હરેશભાઈ પટેલ, જલારામ મંદિર ટ્રસ્ટના પ્રમુખ અને ગામ અગ્રણી ગુલાબભાઈ પટેલ, ભુવનેશ્વર મહાદેવના ટ્રસ્ટીઓ દ્વારા ખૂબ સારી સુવિધા પૂરી પાડવામાં આવે છે. આ ઉપરાંત કોઈ અણબનાવ ન થાય તેના માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવે છે. આમ નાનાપોંઢા અને કપરાડા તાલુકાનું આસ્થાનું કેન્દ્ર બનેલું બાલચોંડી ખાતે બિરાજમાન  ભુવનેશ્વર મહાદેવનું શિવાલય ઓમ નમઃ શિવાય અને હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું છે.