Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

દમણમાં નિઃશુલ્ક આરોગ્ય શિબિર યોજાઈ

દમણમાં નિઃશુલ્ક આરોગ્ય શિબિર યોજાઈ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

દમણ, તા. ૧૫ ઃ કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં ગંગા સમગ્ર સંસ્થાના ઉપક્રમે ઘાટી શેરી વિસ્તારમાં નિઃશુલ્ક આરોગ્ય શિબિરનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. શિબિરમાં મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકોઍ હાજરી આપી આરોગ્ય તપાસનો લાભ લીધો હતો.

આ અવસરે ગંગા સમગ્ર પ્રભારી અને વોર્ડ કાઉન્સિલર સિમ્પલ ટંડેલ, ગંગા સમગ્ર અધ્યક્ષ ઍસ. કે. શુક્લા તથા આરોગ્ય આયામ દમણ અધ્યક્ષ દીપક અમૃતકર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્ના હતા. ઉપસ્થિત આગેવાનો દ્વારા આરોગ્ય જાગૃતિ અને નિયમિત ચકાસણીના મહત્વ પર ભાર મૂકવામાં આવ્યો હતો.

શિબિરમાં મચ્છીવાર્ડ સહિત આસપાસના વિસ્તારોમાંથી આવેલા નાગરિકોની હિમોગ્લોબિન તેમજ આંખોની તપાસ કરવામાં આવી હતી. જેમને ચશ્માની જરૂરિયાત જણાઈ તેમને નિઃશુલ્ક ચશ્મા આપવામાં આવ્યા હતા. બપોર સુધીમાં ૧૦૦ થી વધુ લોકોઍ આરોગ્ય તપાસ કરાવી શિબિરનો લાભ લીધો હતો.

આ આયોજનથી સ્થાનિકોમાં આરોગ્ય પ્રત્યે જાગૃતિ ફેલાઈ છે અને ગંગા સમગ્ર દ્વારા કરવામાં આવેલા આ સેવાકાર્યની પ્રશંસા કરવામાં આવી રહી છે.