વાપી સ્વામી વિવેકાંનંદ ગુરુકુળમાં માતૃ-પિતૃ પૂજન કાર્યર્ક્મ યોજાયો
- byDamanganga Times
- 16 February, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૧૫ ઃ વિધાભારતી ગુજરાત પ્રતિસ્થાન સંલગ્ન ડુંગરા વાપી ખાતે આવેલ સ્વામી વિવેકાનંદ ગુરુકુળ (અંગ્રેજીમાધ્યમ)માં તા.૧૪મી ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ મહાશિવરાત્રી તેમજ માતૃ-પિતૃકાર્યક્રમ યોજાયો.
કાર્યક્રમની શરૂઆત દીપપ્રાગટ્ય અને શિવજીની આરતીથી કરવામાં આવી, આ મહાશિવરાત્રી તેમજ માતૃ-પિતૃ કાર્યક્રમમાં વિદ્યાલયના બાળકો તથા ડુંગરા ગામના બાળકો, વાલીગણ અને ગ્રામજનોઍ ભાગ લીધો, મહાશિવરાત્રી વિષે શિક્ષકો ્દ્વારા શિવ – પાર્વતીના પ્રસંગો, મહાશિવરાત્રી કેમ ઉજ્વવામાં આવે છે તેનું મહત્વં સમજાવ્યું. તેમજ માતૃ - પિતૃ કાર્યક્રમમા બાળકોઍ ભગવાન સ્વરૂપ માતા-પિતાનું પૂજન અને આરતી કરી આશીર્વાદ લીધા. આ મહાશિવરાત્રી તેમજ માતૃ-પિતૃકાર્યક્રમમાં બધાં જ વાલીઓઍ ભાગ લીધો, અંતમાં બધાં જ બાળકો અને વાલીઓઍ બાર ર્જ્યોલિંગની પૂજા કરી, પ્રસાદી લઇ કાર્યર્ક્મ પૂર્ણ થયો.
