Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

વાપી આર. કે. દેસાઈ સ્કુલમાં માતૃ-પિતૃ વંદના કાર્યક્રમ યોજાયો

વાપી આર. કે. દેસાઈ સ્કુલમાં માતૃ-પિતૃ વંદના કાર્યક્રમ યોજાયો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વાપી, તા. ૧૫ ઃ  આર. કે. દેસાઈ અંગ્રેજી માધ્યમ સ્કૂલમાં માતૃ -પિતૃ દિનની ઉજવણી કરવામાં આવી હતી.ભારતીય સંસ્કૃતિમાં માતા - પિતાઍ સ્નેહ, ત્યાગ અને આત્મીયતાના મૂર્તિ રૂપ છે. ઍમના આશીર્વાદ અને માર્ગદર્શનથી બાળકોના જીવનમાં સંગઠન, સાંસ્કૃતિક મૂલ્યો અને જીવનમાં સંસ્કારોનો અમૂલ્ય ભંડાર મળે છે. આટલા મહત્વના જીવનદાતા પ્રત્યે સમ્માન, શ્રદ્ધા અને કૃતજ્ઞાતાની ભાવનાને ઉજાગર કરવા માટે આર. કે. દેસાઈ સ્કૂલમાં માતૃ - પિતૃ વંદના કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી. આમ સુંદર કાર્યક્રમનું આયોજન કરવા બદલ સંસ્થાના ચેરમેન મીલન દેસાઈ તથા કેમ્પસડાયરેક્ટર ડૉ. મિત્તલ શાહઍ સર્વ વિદ્યાર્થી અને શિક્ષકોને અભિનંદન પાઠવ્યા હતાં.