Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

સરીગામ લક્ષ્મી વિદ્યાપીઠની ફેકલ્ટીની સિદ્ધિ

સરીગામ લક્ષ્મી વિદ્યાપીઠની ફેકલ્ટીની સિદ્ધિ


 (દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

ઉમરગામ, તા. ૧૫ ઃ લક્ષ્મી વિદ્યાપીઠ પરિવાર માટે અત્યંત ગૌરવ અને આનંદની વાત છે કે સંસ્થાની પ્રતિભાશાળી ફેકલ્ટી કુમારી પ્રિયા અરુણકુમાર સિંહ, જે અકાઉન્ટ અને ફાઇનાન્સ વિષયની નિષ્ણાંત તરીકે જાણીતા છે, તેમણે પોતાના સતત પરિશ્રમ, સંકલ્પશક્તિ અને આત્મવિશ્વાસના બળ પર ઉત્તમ શૈક્ષણિક સિદ્ધિઓ હાંસલ કરી છે. વિગત મુજબ જૂન ૨૦૨૫ દરમિયાન યોજાયેલી શ્ઞ્ઘ્-ફચ્વ્ પરીક્ષામાં તેમણે કોમર્સ વિષયમાં ૯૭.૭૧ પર્સેન્ટાઇલ સાથે સફળતા મેળવી હતી અને ત્યારબાદ ડિસેમ્બર ૨૦૨૫માં મેનેજમેન્ટ વિષયમાં ૯૭.૦૭ પર્સેન્ટાઇલ સાથે ફરી શ્ઞ્ઘ્-ફચ્વ્ ઉત્તીર્ણ થયા છે. શ્ઞ્ઘ્-ફચ્વ્ જેવી કઠિન પરીક્ષા ઉત્તીર્ણ કરવી સહેલી વાત નથી, છતાં તેમણે ઍક જ વર્ષમાં બે વિષય પ્રવાહ સાથે શ્ઞ્ઘ્-ફચ્વ્ સફળતાપૂર્વક પાસ કરીને અનોખી સિદ્ધિ હાંસલ કરી છે. આ ઉપરાંત તેમણે નવેમ્બર ૨૦૨૫માં ઞ્લ્ચ્વ્ પરીક્ષા કોમર્સ વિષયમાં ૬૬.૬૭ ટકા સાથે સફળતાપૂર્વક પાસ કરી છે. તેમની આ સિદ્ધિ ગજેરા ટ્રસ્ટની સકારાત્મક વિચારધારાને પણ પ્રતિબિંબિત કરે છે કે મહેનત અને સમર્પણ દ્વારા વ્યક્તિ હંમેશા આગળ વધતી રહે છે.

આ પ્રસંગે ગજેરા ટ્રસ્ટના પ્રેસિડેન્ટ વસંતભાઈ ગજેરા, લક્ષ્મી ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટના ડિરેક્ટર ડૉ. અમર ભોસલે તથા સમગ્ર સ્ટાફ તરફથી તેમને હાર્દિક અભિનંદન અને શુભકામનાઓ પાઠવવામાં આવે છે. તેમની આ સિદ્ધિઍ સંસ્થાનું ગૌરવ વધાર્યું છે.