Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

વલસાડ ખાણ ખનીજની ટીમે બરવડમાંથી રૂ. ૪૦ લાખનો મુદ્દામાલ જ કર્યો

વલસાડ ખાણ ખનીજની ટીમે બરવડમાંથી રૂ. ૪૦ લાખનો મુદ્દામાલ જ કર્યો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વલસાડ, તા. ૧૫ ઃ  વલસાડ ખાણ ખનીજ ની ટીમને મળેલી બાતમી આધારે સેલવાસ અને ગુજરાત રાજ્યની બોર્ડર પર મધુબન ડેમ અને નદીમાંથી રેતી ચોરી બાબતે ફરિયાદ અન્વયે તપાસમાં કચેરીની માઈન્સ સુપરવાઈઝર અને સર્વેયરની તપાસ ટીમ દ્વારા છાપો મારતા ઍક નાવડી ઍક જીસીબી ઍક ટેમ્પો મળી કુલ ૪૦ લાખનો મુદ્દા માલ જ કરી કાયદેસરની કાર્યવાહી કરતા ખનીજ ચોરો માં ફફડાટ ફેલાઈ ગયો છે.

 વલસાડ જિલ્લા ખાણ ખનીજ અધિકારીને મળેલી બાતમી આધારે તેમજ   સુચનાથી સેલવાસ અને ગુજરાત રાજ્યની બોર્ડર પર મધુબન ડેમ અને નદીમાંથી રેતી ચોરી બાબતે ફરિયાદ અન્વયે તપાસ માં કચેરીની માઈન્સ સુપરવાઈઝર અને સર્વેયરની તપાસ ટીમ દ્વારા બાતમી  આધારે કપરાડા તાલુકાના બરવડ ગામે દમણગંગા નદીમાંથી ગેરકાયદેસર રીતે સાદી રહેતી ખનીજનું ખનન કરતા  ખાણ ખનીજ ની ટીમને છાપો મારી સ્થળ પરથી  ૦૧ યાંત્રિક નાવડી, ૦૧ જેસીબી મશીન અને ૦૨ ટેમ્પો, ટ્રક  મળી અંદાજે કુલ રૂપિયા ૪૦ લાખનો મુદામાલ સીઝ કરેલ અને આ કેસ અન્વયે માપણીની કાર્યવાહી કરવામાં કરવામાં આવતા ખનીજ ચોરોમાં ફફડાટ ફેલાઈ ગયો છે.