Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

પારડીમાં ત્રિદિવસીય ગાંધી મેળો યોજાશે

પારડીમાં ત્રિદિવસીય ગાંધી મેળો યોજાશે


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

પારડી, તા. ૧૫ ઃ પારડી તાલુકામાં ૭૮ વર્ષમાં પ્રથમ વખત ત્રણ દિવસીય ગાંધી મેળોનું ભવ્ય આયોજન તારીખ ૨૦, ૨૧ અને ૨૨ ફેબ્રુઆરીના રોજ પારડીમાં આવેલ ડીસીઓ હાઇસ્કૂલના સંકુલ ખાતે થવા જઈ રહ્નાં છે. આ મેળાનું આયોજન વલસાડ ગાંધી વિચાર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે. મેળાનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓ, વાલીઓ તથા સામાન્ય જનતાને મહાત્મા ગાંધીના જીવનદર્શન અને ગાંધી વિચારોથી પરિચિત કરાવવાનો છે. આ મેળામાં સમગ્ર વલસાડ જિલ્લાના વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ ઉપરાંત પ્રજાજનો માટે પણ ઉપયોગી ઍવા અનેક કાર્યક્રમો અને પ્રદર્શનોનું આયોજન કરાયું છે. જેને લઇ પ્રેસ કોન્ફ્રન્સ યોજાઈ હતી. 

સમગ્ર ગુજરાતમાંથી આવેલા ગૃહ ઉદ્યોગ, ખાદી, વણાટ કામ તથા નૈસર્ગિક ઉત્પાદનોના સ્ટોલ સામાન્ય જન માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બનશે. વલસાડ જિલ્લાની વિવિધ આશ્રમ શાળાઓમાંથી ૫,૦૦૦થી વધુ વિદ્યાર્થીઓ માટે ગાંધી દર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પ્રદર્શન, શ્રાવ્ય-દ્રશ્ય દર્શન, સર્પદંસ, વનસ્પતિનો પરિચય, નૈસર્ગિક ઉપચાર જેવી પ્રવૃત્તિઓ દ્વારા ગાંધીજીના જીવન અને વિચારોની સમજ આપવામાં આવશે. ભારતીય સંસ્કૃતિની પરંપરા દર્શાવતું લગ્ન વ્યવસ્થા આધારિત નાટક યુવાનો માટે વિશેષ આકર્ષણરૂપ બનશે. પારડી ઍજ્યુકેશન સોસાયટીના પ્રમુખ હેમંતભાઈ દેસાઈ, પારડીના બી.ઍન. જોશી, નટુભાઈ દેસાઈ, યજ્ઞેશભાઈ દેસાઈ ઉપસ્થિત રહી વલસાડ જિલ્લા સહિત સમગ્ર વિસ્તારના પ્રજાજનોને આ ગાંધી મેળામાં ભાગ લેવા માટે આમંત્રણ પાઠવ્યું હતું.