Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

ત્રણ પૈડાં પર દોડતું સંઘર્ષમય જીવન

ત્રણ પૈડાં પર દોડતું સંઘર્ષમય જીવન


 નિઃસ્વાર્થ ભાવે અને સતત ગતિશીલ રહીને શહેરના રસ્તાઓ પર ફરતા રિક્ષાચાલકનું જીવન ઍટલે સંઘર્ષ, ધીરજ અને અપેક્ષાઓનું મિશ્રણ છે.સવારના પહેલા કિરણથી લઈને મોડી રાતના અંધકાર સુધી ત્રણ પૈડાં પર આખું કુટુંબ ખેંચનારા માણસની જિંદગી આપણે જેટલી બહારથી જોઈઍ છીઍ તેના કરતાં ક્યાંય વધુ જટિલ હોય છે. રિક્ષાચાલક માટે દિવસની શરૂઆત ઍલાર્મથી નહીં,પણ જવાબદારીઓના બોજથી થાય છે. ઠંડી હોય,ગરમી હોય કે મુશળધાર વરસાદ,રિક્ષાચાલક પોતાના વાહનને સાફ કરી, ઈષ્ટદેવનું સ્મરણ કરી રસ્તા પર નીકળી પડે છે. તેના મનમાં ઍક જ ગણતરી ચાલતી હોય છે કે આજે ગેસનો ભાવ કેટલો વધ્યો હશે અને સાંજ સુધીમાં ઘરના ખર્ચ માટે કેટલા રૂપિયા બચશે.

રિક્ષાચાલકનું જીવન શારીરિક અને માનસિક રીતે અત્યંત થકવી દે તેવું હોય છે. આખો દિવસ ટ્રાફિકના જામમાં, ધૂળ, ધુમાડો અને સતત ઘોંઘાટ વચ્ચે રહેવાથી શ્વાસની બીમારીઓ અને પીઠનો દુખાવો તેમનો કાયમી સાથી બની જાય છે. ક્યારેક મુસાફરો પાંચદસ રૂપિયા માટે કચકચ કરે છે, તો ક્યારેક કોઈ ઉદ્ધત વ્યક્તિ સાથે પનારો પડે છે. આટલી સખત મહેનત પછી પણ જ્યારે તેમને પૂરતું સન્માન નથી મળતું, ત્યારે તેમના મનમાં ઉંડી વેદના થાય છે. વળી તેમની આવક પણ અનિ?ત હોય છે, કોઈ દિવસ બોણી પણ મોડી થાય, તો કોઈ દિવસ તહેવારોમાં સારી કમાણી થાય. આ આર્થિક ખેંચતાણ તેમને હંમેશા માનસિક તણાવમાં રાખે છે.? જોકે, દુઃખના આ પહાડ વચ્ચે પણ રિક્ષાચાલકના જીવનમાં સુખના નાના ઝરણાં વહેતા હોય છે. જ્યારે તે કોઈ વૃદ્ધ વ્યક્તિ કે બીમાર દર્દીને સમયસર હોસ્પિટલ પહોંચાડે છે અને બદલામાં મળેલી દુઆ કે આશીર્વાદ તેના દિવસભરનો થાક ઉતારી દે છે. 

  રિક્ષાચાલક પોતે ભલે ઓછું ભણ્યો હોય, પણ જ્યારે તેનો દીકરો કે દીકરી સારા માર્ક્સે પાસ થાય છે કે ભણી-ગણીને આગળ વધે છે, ત્યારે તેને લાગે છે કે રસ્તા પર ખાયેલી ધૂળ લેખે લાગી. રિક્ષા સ્ટેન્ડ પર બેસીને અન્ય મિત્રો સાથે પીધેલી ઍક કપ ચા અને હળવા ગપ્પા ઍ જ ઍમનું મનોરંજન છે.રાત્રે જ્યારે આખું શહેર સુખની નિદ્રામાં પોઢેલું હોય છે, ત્યારે પણ રેલવે સ્ટેશન કે બસ સ્ટેન્ડ પર કોઈ મુસાફરની રાહ જોતા રિક્ષાચાલકો જોવા મળે છે. મોડી રાત્રે ઘરે પહોંચીને, ઠંડુ થઈ ગયેલું ભોજન ખાઈને તે જ્યારે પથારીમાં પડે છે, ત્યારે પણ તેના મગજમાં આવતીકાલના ખર્ચા, રિક્ષાના હા અને બાળકોની ફીની ચિંતા ચાલતી હોય છે. આમ રિક્ષાચાલક ઍ માત્ર ડ્રાઈવર નથી, પણ શહેરની રજ-રજથી વાકેફ ઍક જીવંત સ્પાય કેમેરો છે. તે આપણને આપણા ગંતવ્ય સુધી પહોંચાડે છે, પણ ઘણીવાર આપણે ઍ નથી જોતા કે ઍ મુસાફરીમાં તેનું પોતાનું આખું આયુષ્ય ઘસાઈ રહ્નાં છે. સમાજ તરીકે આપણે તેમને માત્ર ઍક વાહન ચાલક તરીકે નહીં, પણ ઍક મહેનતુ અને આદરણીય નાગરિક તરીકે જોવાની અને માન આપવાની જરૂર છે.હવે પછી ૅસંબોધન બદલો,

ઍ રિક્ષા નહીં પણ ઍ ભાઈ કહીને બોલાવવાની આદત પાડી માન સન્માન આપો. 

-અશોક જોષી, બીલીમોરા