ધરમપુર પાલિકાની સિંગલ યુઝ પ્લાસ્ટિક સામે કડક કાર્યવાહી
- byDamanganga Times
- 14 February, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ધરમપુર, તા. ૧૨ ઃ માનનીય અગ્રસચિવ, શહેરી વિકાસ વિભાગના અધ્યક્ષસ્થાને યોજાયેલ સમીક્ષા બેઠકમાં આપવામાં આવેલી સૂચનાઓના અનુસંધાનમાં ધરમપુર નગરપાલિકા દ્વારા તા. ૨૨/૧૨/૨૦૨૫થી સિંગલ યુઝ પ્લાસ્ટિક વિરુદ્ધ કડક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.નગરપાલિકા ચીફ ઓફિસર ડૉ. વિજયભાઈ ઇટલિયા ના માર્ગદર્શન હેઠળ સેનેટરી ઇન્સ્પેકટર વિપુલભાઈ ચૌધરી, આરોગ્ય વિભાગના સુપરવાઈઝર હરદેવસિંહ રાવલજી તેમજ ટીમ સભ્યો મહેન્દ્રભાઈ મોટાનાયક, શૈલેષભાઈ દિવા અને મિતેશભાઈ બારિયા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ચકાસણી અભિયાન હાથ ધરાયું હતું. ટીમે દુકાનો, શાકભાજી માર્કેટ અને વેપારી વિસ્તારોમાં અચાનક મુલાકાત લઈ પ્રતિબંધિત સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા વેપારીઓ સામે કાર્યવાહી કરી.
આ કાર્યવાહી દરમિયાન અત્યાર સુધીમાં ? ૭૬,૭૦૦ નો દંડ વસૂલ કરી પ્રતિબંધિત પ્લાસ્ટિક જ કરવામાં આવ્યું હતું. ઉપરાંત જાહેર સ્થળોઍ ગંદકી ફેલાવતા લોકો સામે પણ દંડાત્મક પગલાં લેવામાં આવ્યા હતા, જેમાંથી રૂ. ૧૦,૭૦૦નો દંડ વસૂલવામાં આવ્યો છે.
નગરપાલિકા તંત્ર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આગામી દિવસોમાં પણ સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ કરનારાઓ સામે આવી જ કડક કાર્યવાહી ચાલુ રહેશે. નગરજનો અને વેપારીઓને પર્યાવરણ બચાવવા અને સ્વચ્છતા જાળવવા માટે પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા અપીલ કરવામાં આવી છે.
