Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

ચલા પી.ઍમ.શ્રી મુખ્ય શાળાનું ગૌરવ

ચલા પી.ઍમ.શ્રી મુખ્ય શાળાનું ગૌરવ


(દમણગંગા ટાઇમ્સ પ્રતિનિધિ)

વાપી, તા. ૧૩ ઃ પી.ઍમ. શ્રી ચલા મુખ્ય શાળામાં બાળકો અને હવે શિક્ષકો પણ વિવિધ સ્તરે સ્પર્ધાઓ અને ખેલકૂદમાં આગળ નામના મેળવી રહ્ના છે. ત્યારે તાજેતરમાં યોજાયેલ જિલ્લા કક્ષાના ઇનોવેશન ફેરમાં પીઍમ શ્રી ચલા મુખ્ય શાળાના ચાર શિક્ષકો પ્રીતિબેન ડી. હેડાઉ આચાર્યા, ખેલ સહાયક પિનલકુમાર ઍમ પટેલ, શિક્ષક જ્યોતિબેન નલિનચંદ્ર શ્રોફ અને મમતાબેન બી. જાનીઍ ભાગ લીધો હતો. જેમાં પ્રીતિબેન ડી. હેડાઉ આચાર્ય અને ખેલ સહાયક પીનલકુમાર ઍમ. પટેલનું ઇનોવેશન લેસ સ્પેસ મલ્ટીપલ ગ્રાઉન્ડ ઍન્ડ બીગ અચિવમેન્ટને ઝોન કક્ષાઍ પણ પર પ્રથમ ક્રમે આવતા સમગ્ર શાળા અને શિક્ષણ સમાજમાં ખૂબ જ ખુશી વ્યાપી છે. અને હવે તેઓ વલસાડ જિલ્લાનું પ્રતિનિધિત્વ રાજ્ય કક્ષાઍ કરશે. જે માટે તાલુકાના શિક્ષક મિત્રો, આચાર્યો અને અધિકારીશ્રીઓ ઍ આગળ વધવા માટે ખૂબ અભિનંદન પાઠવ્યા છે.