Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

વલસાડની શાહ કે. ઍમ. ઍસ. શાળાના આચાર્યા ‘શત સુભાષિત કંઠ પાઠ’ સ્પર્ધામાં પ્રથમ ક્રમે

વલસાડની શાહ કે. ઍમ. ઍસ. શાળાના આચાર્યા ‘શત સુભાષિત કંઠ પાઠ’ સ્પર્ધામાં પ્રથમ ક્રમે


(દમણગંગા ટાઇમ્સ પ્રતિનિધિ)

વલસાડ, તા. ૧૩ ઃ ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા આયોજિત યોજના પંચકમ અંતર્ગત શત સુભાષિત કંઠ પાઠ સ્પર્ધા દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ વચ્ચે તા. ૭-૨-૨૦૨૬ ના રોજ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે ભવ્ય રીતે યોજાઈ હતી.

આ પ્રતિષ્ઠિત સ્પર્ધામાં વલસાડ જિલ્લાના પ્રતિનિધિત્વ તરીકે શાહ ખીમચંદ મુળજીભાઈ હાઈસ્કૂલ, વલસાડ તરફથી આચાર્યા જયશ્રીબેન વિઠ્ઠલભાઈ ભગતે સરાહનીય ભાગ ભજવ્યો હતો.

સ્પર્ધામાં આશરે સો જેટલા સંસ્કૃત સુભાષિતો કંઠસ્થ કરી, તેમના છંદ, આધારભૂત ગ્રંથ તથા અર્થ સાથે રજૂ કરવાનો માગદાર હતો. જયશ્રીબેન ભગતઍ અદ્વિતીય પ્રવીણતા દર્શાવી દરેક શ્લોકને છંદોબદ્ધ ગાન, શુદ્ધ ઉચ્ચાર અને સરળ અર્થ સાથે ઍવી પ્રભાવશાળી રીતે રજૂ કર્યા કે નિર્નાયકમંડળ તથા ઉપસ્થિત શ્રોતાઓ મંત્રમુગ્ધ થઈ ગયા. પરિણામ જાહેર થતાં જયશ્રીબેનને પ્રથમ વિજેતા તરીકે જાહેર કરી વિશેષ સન્માનથી નવાજવામાં આવ્યા. આ -સંગે વલસાડ જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી માન. ડૉ. રાજેશ્રીબેન ટંડેલ, વલસાડ સાર્વજનિક કેળવણી મંડળના પ્રમુખ વિનોદચંદ્ર ઍમ. દેસાઈ, મંત્રી દોલતભાઈ દેસાઈ, તથા ઉપપ્રમુખ રશેષભાઈ દેસાઈ દ્વારા હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા હતાં.

શાહ ખીમચંદ મુળજીભાઈ શાળાની સતત પ્રગતિ જયશ્રીબેનના માર્ગદર્શન હેઠળ શાહ ખીમચંદ મુળજીભાઈ હાઈસ્કૂલ ઉત્તરોત્તર પ્રગતિના પંથે આગળ વધી રહી છે. શાળામાં ધોરણ ૯ થી ૧૨ સુધીના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને દર વર્ષે શાળાનું ઍસઍસસીનું સરેરાશ પરિણામ ૭૦ ટકા થી વધુ આવે છે.  જયશ્રીબેન ભગતના નેતૃત્વ હેઠળ શાળાનું શૈક્ષણિક તેમજ સર્વાંગી વિકાસ ઉત્તમ રીતે આગળ વધી રહ્ના છે, જે વલસાડ જિલ્લાના માટે ગૌરવની બાબત છે.