Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

વલસાડમાં શ્વાને ૧૩ ને બચકાં ભરતાં ભય

વલસાડમાં શ્વાને ૧૩ ને બચકાં ભરતાં ભય


 (દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વલસાડ, તા. ૧૩ ઃ  વલસાડ શહેરના કૈલાશ રોડ વિસ્તારમાં ગઈકાલે ગુરુવારે ઍક હિંસક કૂતરાઍ બાળકો, યુવાનો અને વાહનચાલકો સહિત કુલ ૧૩ લોકોને કરડવાની ઘટના બનતા વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.

તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે ખાનગી અને વલસાડ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

 વલસાડ શહેરના  કૈલાશ રોડ પર છેલ્લા મહિનાઓથી   રખડતા શ્વાનોનો ત્રાસ જોવા મળી રહ્ના છે.  ગઈકાલે  ગુરુવારે રાત્રે ઍક કૂતરો અચાનક હિંસક બન્યો અને રસ્તામાં આવતા લોકોને નિશાન બનાવ્યા. તેણે રમી રહેલા બાળકોને કરડ્યા અને બાઇક સવારના પગમાં બચકાં ભરી તેમને પાડી દીધા હતા. કુતરાઍ તેર જેટલા લોકોને  ૧૩ લોકોને કૂતરા કરડવાની ઘટના બનતા વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળ્યો છે.વલસાડ નગરપાલિકા માં રખડતા ઢોર અને કૂતરાઓના ત્રાસ અંગે વારંવાર રજૂઆતો કરે છે, પરંતુ કોઈ નક્કર કાર્યવાહી થતી નથી. 

કુતરાના બચકાથી  ઈજાગ્રસ્તો  માં બાળકો અને વૃદ્ધો સહિત તમામ ઈજાગ્રસ્તોને હડકવા વિરોધી રસી આપવામાં આવી છે.