યુઆઈઍની ચૂંટણી માટે ફોર્મ વિતરણ શરુ
- byDamanganga Times
- 14 February, 2026
(દમણગંગા ટાઇમ્સ પ્રતિનિધિ)
ઉમરગામ, તા. ૧૩ ઃ દક્ષિણ ગુજરાતની સૌથી જૂની અને ૨૦૦૦ કરતાં વધુ ઔદ્યોગિક ઍકમો જ્યાં કાર્યરત છે. ઍવી ઉમરગામ જીઆઇડીસી વિસ્તારમાં ઉમરગામ ઇન્ડસ્ટ્રીઝ ઍસોસિઍશનની ચૂંટણીના ભણકારા વાગી રહ્ના છે. આગામી ૨૭ માર્ચના રોજ યુઆઇઍ ની ચૂંટણી અંતર્ગત મતદાન પ્રક્રિયા હાથ ધરાશે. તારીખ ૧૨ ફેબ્રુઆરીના રોજથી ઉમેદવારી ફોર્મ વિતરણ શરુ કરાયું છે. કચેરીના સમય મુજબ ૧૧ થી પાંચ દરમિયાન ચૂંટણી લડવા ઈચૂક ઉમેદવારો ઉમેદવારી ફોર્મ મેળવી શકશે. તારીખ ૧૯ ફેબ્રુઆરીથી પાંચ માર્ચ દરમિયાન ઉમેદવારો ઉમેદવારી ફોર્મ રજૂ કરી શકશે. ૮ માર્ચના રોજ સવારે ૧૧ઃ૦૦ કલાકે ઉમેદવારી ફોર્મ ચકાસણી પ્રક્રિયા શરૂ કરાશે. તારીખ ૧૫ માર્ચના રોજ સાંજે ૫ઃ૦૦ વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન ઉમેદવારી ફોર્મ પરત ખેંચી શકાશે. અને તારીખ ૨૭ માર્ચના રોજ સવારે ૧૦ઃ૦૦ થી ૦૫ દરમિયાન મતદાન બાદ મતગણતરી હાથ ધરાશે. ઉમરગામ ઇન્ડસ્ટ્રીઝ ઍસોસિઍશનમાં છેલ્લા ચાર દાયકામાં અનેક વિવાદો સર્જાયા છે, અને સંસ્થા દ્વારા ઔદ્યોગિક વિસ્તારના હિતમાં મહત્વની કામગીરી પણ થઈ છે. પરંતુ છેલ્લા બે વર્ષના સમયગાળા દરમિયાન વર્તમાન ઉમરગામ ઇન્ડસ્ટ્રીઝના હોદ્દેદારો ઍ હોસ્પિટલ પ્રોજેક્ટ, જીઆઇડીસી વિસ્તારના ઔદ્યોગિક ઍકમોમાં આગની ઘટના સમયે ઉપયોગી બને તે માટે અત્યાધુનિક સુવિધા ધરાવતા ફાયર બ્રાઉઝર ઉપલબ્ધ કરાવી સુપેરે પોતાની જવાબદારી નિભાવી છે. સાથે જ ઉમરગામ જીઆઇડીસી ઍસ્ટેટને નવી ઓળખ મળે તે માટે જે તે સમયના પ્રમુખ નરેશ બંથીયાના નેતૃત્વમાં ઉમરગામ ઇન્ડસ્ટ્રીયલ ઍક્સપોનો સફળ આયોજન કરવામાં આવ્યું હતું.
જોકે દર વખતે કેટલાક છાપેલા કાટલાં ચૂંટણી લડી યુઆઇઍ સંસ્થાની ટીમમાં સ્થાન મેળવી પોતાનું હેત સાંધતા હોવાના અનેક વાર આક્ષેપો પણ થયા છે. અને આવા વ્યક્તિઓ જો આગામી ચૂંટણીમાં ઉમેદવારી કરશે તો તેઓની હાર નિડ્ઢિત હોવાનું ઔદ્યોગિક વિસ્તારમાં ચર્ચા રહ્નાં છે જેની અસર પેનલ ઉપર પડશે. લાંબા સમયથી નોટિફાઇડ કમિટીની રચના માટે પ્રયાસો થઈ રહ્ના હતા જે છેલ્લા બે વર્ષના સમયગાળા દરમિયાન આંતરિક સમજૂતીથી વિવાદ નો ઉકેલ લાવી કમિટીની રચના કરવામાં હાલના હોદ્દેદારોને સફળતા મળી છે. ઉમરગામ જીઆઇડીસી ઍસ્ટેટમાં યુઆઇઍ સંસ્થાની ભૂમિકા જોઈઍ તો વિકાસ કામોનું મોનિટરિંગ કરવું તેમજ ઉદ્યોગો અને ઉદ્યોગકારોના હિતમાં સરકાર દ્વારા લેવાતા નિર્ણયો અને યોજનાઓ વિશે સમયાંતરે ઉદ્યોગકારોને જાણકારી આપવી. સાથે જ ઉદ્યોગોને લગતા વિષયો પર સેમિનારો ન આયોજન અને રેલવે સહિતના સરકારી વિભાગોને લગતી બાબતે સંસ્થા દ્વારા રજૂઆતો કરવામાં આવે છે. આગામી સમયમાં યોજનાના ચૂંટણીમાં ઉદ્યોગકારોના હિતમાં નિસ્વાર્થ પોતાનું યોગદાન આપે ઍવા સક્ષમ અને અનુભવી ઉમેદવારો વધુમાં વધુ ઉમેદવારી નોંધાવે તે જરૂરી બન્યું છે. સૌથી અગત્યની બાબત જે હોદ્દેદારો આગામી સમયમાં સંસ્થાનું સુકાન સંભાળશે તેઓના માથે હોસ્પિટલ પ્રોજેક્ટને અંતિમ રૂપ આપવું અને સમાજના હિતમાં હોસ્પિટલ કાર્યરત થાય તે દિશામાં પરિણામલક્ષી કામગીરી કરવાની સૌથી મોટી જવાબદારી રહેશે. હવે જોવું રહ્નાં કે ઉમરગામ ઇન્ડસ્ટ્રીઝ ઍસોસિઍશનની ચૂંટણીમાં કેટલા ઉમેદવારો ઉમેદવારી નોંધાવશે અને ઇલેક્શન થશે કે પછી સિલેક્શન પદ્ધતિથી ઉમેદવારો ચૂંટાશે ઍ તો આવનારો સમય જ બતાવશે.
