Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

વાપી રેલ્વે સ્ટેશન દારૂના ખેપિયાઅોનું જંકશન ?

વાપી રેલ્વે સ્ટેશન દારૂના ખેપિયાઅોનું જંકશન ?


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વાપી, તા. ૧૩ ઃ વાપી રેલવે સ્ટેશનથી દરરોજ વિવિધ ટ્રેનોમાં દમણ બનાવટનો દારૂ બિયરનો જથ્થો બુટલેગર અને ખેપિયાઓને રેલવેમાં મસ્ત મોટું સેક્સન આપીને ગુજરાત રાજ્યના વિવિધ શહેરોમાં સપ્લાય કરી રહ્ના છે. જેમા રેલવેનું જીઆરપી અને આરપીઍફ વિભાગના કેટલાક ભ્રષ્ટાચારી જવાનોની મિલીભગત બહાર આવી રહી છે જે રેલ્વે પરીસાર અને રેલ્વેની આજુબાજુના મકાનોમાં લાગેલા સીસી ટીવી કેમેરામાં દેખાય રહ્ના છે. ગુજરાતમાં દારૂ બિયર વાઇન અને વોડકા જેવા નસીલા પદાર્થ પર પ્રતિબંધ હોવા છતાં સૌથી વધુ દારૂ બિયરનું વેચાણ ગુજરાતના દરેક શહેરોમાં અને ગામડાઓમાં જુવે તેટલું ખૂબ જ આસાનીથી મળી રહે છે. જેને લઇ યુવાધન બરબાદી તરફ જઈ રહ્ના છે ખાસ કરીને જોઈઍ તો હાલમાં વાપી રેલ્વે સ્ટેશન ઉપરથી વિવિધ ટ્રેનોમાં રોજેરોજ બેફામ દારૂ બિયરના પોટલાઓ તેમજ કેટલાક ખેપિયાઓ શરીરે બાંધીને લઈ જઈ રહ્ના છે.

જે માત્રને માત્ર રેલ્વે વિભાગના જીઆરપી અને આરપીઍફના કેટલાક લાલચુ અને ભ્રષ્ટાચારી કર્મચારી તેમજ અધિકારીઓના મેળાપણામાં ચાલી રહ્નાં છે. ખાસ કરીને જોઈઍ તો વાપી આરપીઍફનો ઍક કહેવતો જવાન રોજે રોજ બુટલેગર સાથે વાપી રેલ્વે સ્ટેશનની બહાર આવેલી ઍક સરકારી બિલ્ડીંગના નીચે બેસીને સેટિંગ કરતો હોય છે.

જો કે તે ખાસ કરીને સાદા ડ્રેસમાં ફરી દમણના કચીગામ તેમજ ડાભેલથી આવતા રિક્ષા ટેમ્પો અને ખાનગી વાહનોમાંથી દારૂના કેટલા લવાયા છે તેની ગણતરી કરતો હોય છે આ અંગે વાપી ટાઉન પોલીસ તેમજ કચ્છી ગામ ડાભેલ, બલિઠા તેમજ દમણથી ગુજરાતમાં આવતી વિવિધ ચેકપોસ્ટ ઉપર જિલ્લા પોલીસ દ્વારા રાખવામાં આવેલ પોલીસ જવાનો દ્વારા પણ આ દારૂના જથ્થાને ગુજરાતમાં લઈ આવતા વાહનોની ચેકિંગ કેમ કરતા નથી અને ખાસ કરીને ચેક પોસ્ટ બહાર લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરામાં આ દારૂના જથ્થાનો સપ્લાય કરનાર વાહનો સીસીટીવી કેમેરામાં કેદ થતા છે કે કેમ કે પછી સીસીટીવી કેમેરા બંધ હાલતમાં છે. તેવા પ્રશ્નો પણ થઈ રહ્ના છે જે હોય તે પરંતુ હાલમાં વાપી રેલવે સ્ટેશનથી મોટાપ્રમાણમાં દારૂ બિયરનો જથ્થો ટ્રેનોમાં સપ્લાય થઈ રહ્ના છે તેને રોકવો વહીવટી તંત્ર દ્વારા પ્રયાસ કરવામાં આવશે કે કેમ તેવા પ્રશ્નો ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરો અને આમ નાગરિક કરી રહ્ના છે.