Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

આસુરાની મીલમાં આધેડે ફાંસો ખાધો

આસુરાની મીલમાં આધેડે ફાંસો ખાધો


(દમણગંગા ટાઇમ્સ પ્રતિનિધિ)

ધરમપુર, તા. ૧૩ ઃ  ધરમપુર તાલુકાના આસુરાગામે તળાવ ફળીયા ખાતે ઍક દુખદ ઘટના સામે આવતા પોતાના નિવાસસ્થાન નજીક આવેલી મીલમાં ૪૬ વર્ષીય આધેડ વ્યક્તિઍ ગળે ફાંસો લઈ જીવન ટૂંકાવ્યાની ઘટના બનતાં વિસ્તારમાં શોકનો માહોલ છવાયો હતો. પ્રા માહિતી મુજબ આજરોજ સવારે આશરે ૧૧ઃ૩૦ કલાકના સુમારે આનંદભાઈ જગુભાઈ પટેલ (ઉ.વ.૪૬), રહે. આસુરા, તળાવ ફળીયાનાઍ પોતાના ઘર પાસે આવેલ મીલમાં નાયલોનની પીળી દોરીનો ઍક છેડો મીલમાં આવેલા લાકડાના ભારટ  સાથે બાંધી અને બીજો છેડો ગળામાં બાંધી ફાંસો ખાધો હતો. ઘટનાની જાણ થતાં પરિવારજનો દ્વારા તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કરવામાં આવતા આ અંગે જતીનભાઈ આનંદભાઈ પટેલ  રહે. આસુરા, તળાવ ફળીયા દ્વારા પોલીસને જાણ કરાતા ઘટના અંગે પોલીસે  વધુ તપાસ હાથ ધરી હતી.