Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

ખડકીમાં ટેમ્પો અડફેટે મહિલાનું મોત

ખડકીમાં ટેમ્પો અડફેટે મહિલાનું મોત


 (દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

પારડી, તા. ૧૩ ઃ પારડી તાલુકાના ખડકીગામે નેશનલ હાઈવે નંબર ૪૮ ઉપર ઍક અજાણ્યા ટેમ્પો ચાલકે અજાણી રાહદારી મહિલાને અડફેટે લઈ પોતાનો ટેમ્પો લઈ નાસી છૂટ્યો હતો. આ અકસ્માતમાં અજાણી મહિલાને ગંભીર ઇજાઓ પહોચતા ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. ખડકીગામે નેશનલ હાઈવે નંબર ૪૮ ઉપર રામદેવ રેસ્ટોરન્ટ સામે ઍક અજાણી ૩૦ થી ૪૦ વર્ષના ઉંમરના આશરાની મહિલાને કોઈ વાહન ચાલકે અડફેટે લેતા મહિલાને ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેને કારણે તેનું સ્થળ પર મોત નિપજ્યું હતું. આ ઘટનાને લઈ ત્યાં લોકો ભેગા થઈ ગયા હતા અને રામદેવ રેસ્ટોરન્ટના  વિક્રમભાઈ શિવલાલ પ્રજાપતિ ઉ.વ.૨૨ પણ ત્યાં પહોંચી મહિલાને કોઈ વાહન ચાલકે ટક્કર મારી વાહન લઈ નાસી છૂટ્યો હોવાનું જાણવા મળતા તેમણે પોતાના રેસ્ટોરન્ટના સી સી ટીવીના ફૂટેજ જોતા તેમાં ઍક આયશર ટેમ્પો ચાલક આ અકસ્માત સર્જી નાસી છુટ્યો હોવાનું બહાર આવ્યુ હતુ તેથી પારડી પોલીસને આ મામલે ફરિયાદ આપતા પોલીસે અજાણ્યા ટેમ્પો ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.