Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

વાપીમાં માથાભારે ગણાતા વિવેક તિવારીને ફરી પાસ હેઠળ ભૂજની જેલમાં ધકેલાયો

વાપીમાં માથાભારે ગણાતા વિવેક તિવારીને ફરી પાસ હેઠળ ભૂજની જેલમાં ધકેલાયો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વાપી, તા. ૧૨ ઃ વાપી પંથકમા ગુનાહીત પ્રવૃત્તિઅો માટે કુખ્યાત અને ૨૦૧૯ માં પાસા હેઠળ જેલવાસ ભોગવી ચૂકેલ ઈસમ શ્રીનાથ ઉફે કાલુ ઉફે વિવેક સુભાષ તિવારીની વલસાડ જિલ્લા પોલીસ દ્વારા ફરી પાસા હેઠળ અટકાયત કરી કચ્છ ભુજની પલારા જેલમાં મોકલી આપવામાં આવ્યો હતો.

વલસાડ જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરીસ્થિતી જળવાઇ રહે તેમજ લોકો ભયમુકત વાતાવરણમાં જીવન જીવે તે માટે અવાર નવાર શરીર સબંધી ગુનાઓ આચરી કાયદો હાથમા લેતા ઇસમો ઉપર લગામ લગાવવા પાસા અટકાયતમાં લેવા પોલીસ મહાનિરીક્ષક પ્રેમ વીર સિંહ, સુરત નાઓના માર્ગદર્શન હેઠળ વલસાડ જીલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજા નાઓની સુચના મુજબ ઍલ.સી.બી. પી.આઈ વલસાડ તથા પોલીસ ઇન્સ્પેકટર વાપી ટાઉન ના મયુરભાઈ પટેલ નાઓઍ વાપી વિસ્તારમાં અવાર નવાર શરીર સબંધી ગુનાઓ આચરી સામાન્ય પબ્લીકમા ભયનો માહોલ ઉભો કરી માથાભારે ઇસમ તરીકેની છાપ ધરાવતો ઇસમ શ્રીનાથ ઉર્ફે વિવેક ઉર્ફે કાલુ સુભાષભાઇ તીવારી ઉ.વ-૪૨ રહે નિલકંઠ આનંદ રો-હાઉસ બંગલો નંબર-૦૬ નામધા નાયરા પેટ્રોલ પંપ નજીક વાપી  મુળ રહે ગોરખપુર ઉત્તર પ્રદેશ નાઓ સામે ભયજનક વ્યક્તિ તરીકેનુ પાસાનું શસ્ત્ર ચલાવવા સારૂ તેના વિરૂધ્ધમા નોંધાયેલ ગુન્હાના સાધનિક કાગળો ઍકઠા કરી જીલ્લા મેજીસ્ટ્રેટ વલસાડ નાઓ તરફ પાસા દરખાસ્ત તૈયાર કરી મોકલી આપેલ હતી. 

જે પાસા દરખાસ્ત જીલ્લા મેજીસ્ટ્રેટ ભવ્ય વર્મા નાઓઍ ભયજનક વ્યક્તિ તરીકે પાસા મંજુર કરી સદર ઇસમને પાસા હેઠળ અટકાયતમાં લેવાનો હુકમ કરતા ઍલ.સી.બી. ટીમ દ્રારા વાપી ખાતેથી પાસા હેઠળ માથાભારે ઇસમ શ્રીનાથ ઉર્ફે વિવેક ઉર્ફે કાલુ સુભાષભાઇ તીવારીને ખાસ જેલ પાલારા, ભુજ જી. કચ્છ-ભુજ ખાતે કૈદ રાખવા સારૂ મોકલી આપેલ છે પાસા ઍકટ હેઠળ અટકાયત કરેલ ઇસમ વાપી ટાઉન વિસ્તાર તથા શાકભાજી માર્કેટમા માથાભારે ઇસમ તરીકેની છાપ ધરાવતો આવેલ હતો તથા સામાન્ય નાગરિક તેમજ નાના વેપારીઓ સાથે શરીર સબંધી ગુનાઓ આચરતો આવેલ હતો તથા કાયદો હાથમા લેવાની ટેવવાળો હતો. આ ઇસમ વિરૂધ્ધમાં ૨૦૧૦ થી હમણાં સુધી કૂલ-૧૮  ગુનાનો ઇતિહાસ ધરાવે છે તેમજ અગાઉ સને-૨૦૧૯ના વર્ષમા પાસા ઍકટ હેઠળ ડેન્જર પર્સન તરીકે રાજકોટ જીલ્લા જેલમાં પાસામા ગયેલ હતો.