ચીખલીમાં આઈસ કેન્ડીના વેપારીને કેદ અને દંડ
- byDamanganga Times
- 13 February, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
બીલીમોરા, તા.૧૨ ઃ નવસારી ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા વર્ષ ૨૦૧૬માં ચીખલીના સાદકપોર સ્થિત ન્યુ મહારાજા આઈસ કેન્ડી ના માલિક વિરેન્દ્રકુમાર ગૌતમ પાસેથી ખાદ્યપદાર્થનો નમૂનો લેવામાં આવ્યો હતો. આ નમૂનો લેબોરેટરીમાં અનસેફ જાહેર થતા ચીખલીની કોર્ટમાં ફોજદારી કેસ દાખલ થયો હતો. જે અન્વયે અધિક ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપતા વેપારીને ૩ માસની સાદી કેદની સજા અને રૂ. ૫૦,૦૦૦નો દંડ ફટકાર્યો છે. લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનારા તત્વો માટે આ ચુકાદો લાલબત્તી સમાન છે.
