વાપીની કંપનીમાંથી રૂ. ૩.૧૮ લાખના તાંબાના વાયરની ચોરી
- byDamanganga Times
- 13 February, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૧૨ ઃ વાપી જીઆઇડીસી માં આવેલ મોદી સન પ્રાઇવેટ લિમિટેડ કંપની માં કામ કરતા છ જેટલા કર્મચારીઓઍ ઍકબીજાની મેળાપણામાં ૧૮ કિલોગ્રામ તાંબાના વાયરની ચોરી કરી જનાર છ શકમંદ સામે વાપી ઉદ્યોગ નગરમાં ફરિયાદ કરતા પોલીસે તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ વાપી જીઆઇડીસીના જે ટાઈપ નેશનલ હાઇવે નંબર ૪૮ ઉપર આવેલ મોદી સન પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીમાં પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ અને ક્વોલિટી ડિપાર્ટમેન્ટમાં કામ કરતા કામ શૈલેષભાઈ ઘેલાભાઈ મિસ્ત્રી રહે દેસરા બીલીમોરા જગદીશ ચીમનભાઈ પટેલ રહે કોચરવા કુંભારવાડ વાપી સતીશ ભગુભાઈ દબકીયા રહે મોટી વહીયાડ કપરાડા દિલીપ રામનિવાસ શુક્લા રહે ભમરા રેવા મધ્ય પ્રદેશ મહેન્દ્ર દત્તાત્રે પાટીલ રહેશે અને પ્રણવ જમનાદાસ સોલંકી રહે ગેજ ચીખલીના હોય ઍકબીજાના મેળાપણામાં કંપનીમાં પ્રોડક્શન માટે લાવવામાં આવેલ તાંબાના જથ્થામાંથી કુલ ૧૮ કિલોગ્રામ તાંબાના વાયરની ચોરી કરી ગયા હોવાની જાણ કંપની સંચાલકને થતા જ કંપનીના ઍચ આર ડિપાર્ટમેન્ટના રવિ કુમાર કંચનલાલ માંડવાલા દ્વારા કંપનીમાંથી ૧૮ કિલો તાંબુની ચોરી કરાઈ હોવાની ઉપરોક્ત છ જેટલા શકમન ઇસમો વિરુદ્ધ વાપી ઉદ્યોગ નગર પોલીસ મથકમાં ફરિયાદ કરતા પોલીસે ચોરીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
