Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

વલસાડમાં મોલના આઉટલેટમાં મેનેજરે જ ધાપ મારી

વલસાડમાં મોલના આઉટલેટમાં મેનેજરે જ ધાપ મારી


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વલસાડ, તા. ૧૨ ઃ વલસાડ શહેરના તિથલ રોડ પર આવેલ ઍમ સ્ક્વેર મોલમાં ડોમિનોઝ પિઝા આઉટલેટમાં મેનેજરે સ્ટોરમાંથી રૂ. ૫૧ હજારની રોકડ ચોરી કરી ભાગી જતાં  વલસાડ સિટી પોલીસ મથકમાં ફરિયાદ કરી છે.  પંજાબના જલંધરથી બદલી થઈને વલસાડના ડોમિનોઝ પિઝા આઉટલેટમાં વિકાસકુમાર સરોજકુમાર નવા મેનેજર તરીકે આવતા તેને પર સ્ટોરની જવાબદારી સોંપવામાં આવી હતી. વિકાસ કુમાર નામના મેનેજરે માત્ર બે દિવસના સમય ગાળામાં કુલ રૂ. ૫૧,૧૮૩ની રોકડ ચોરી કરી હતી. પ્રથમ ૧૮ ડિસેમ્બરના રોજ સ્ટોરના લોકરમાંથી રૂ. ૩૦,૭૩૦ ગાયબ જણાયા હતા. આ અંગે સ્ટોર ઇન્ચાર્જ અંકિત પટેલે સીસીટીવી ફૂટેજ તપાસતા મેનેજર વિકાસકુમાર જાતે જ લોકરમાંથી પૈસા કાઢતા જોવા મળ્યા હતા. પૂછપરછમાં વિકાસકુમારે પોતાની અંગત જરૂરિયાત હોવાથી પૈસા લીધા હોવાની કબૂલાત કરી અને સાંજે રકમ પરત જમા કરાવી દેવાની ખાતરી આપી હતી. પરંતુ વિકાસકુમારે ૧૯મી તારીખના મળસ્કે ચારથી પાંચના સમયગાળા દરમિયાન સ્ટોર બંધ હતો. ત્યારે પોતાની પાસે રહેલી ચાવીથી લોકર ખોલી વધારાના રૂ. ૨૦,૪૫૩ ની ચોરી કરી હતી. સવારે જ્યારે અન્ય મેનેજર સંગીતાબેન રાઠોડ સ્ટોર પર પહોંચ્યા ત્યારે લોકર ખાલી હતું અને વિકાસકુમાર ગાયબ હતો. આરોપી મેનેજરે ચોરી કર્યા બાદ પોતાનો મોબાઈલ ફોન સ્વીચ ઓફ કરી દીધો છે.

સ્ટોર ઇન્ચાર્જ અંકિત પટેલની ફરિયાદના આધારે વલસાડ સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધ પોલીસે આરોપીની આધાર કાર્ડ અને કંપનીના ઓફર લેટરના આધારે શોધખોળ કરી છે.