Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

ધરમપુર ઍસ.ઍમ.ઍસ.ઍમ. હાઈસ્કુલનું ગૌરવ

ધરમપુર ઍસ.ઍમ.ઍસ.ઍમ. હાઈસ્કુલનું ગૌરવ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

ધરમપુર, તા. ૧૨ ઃ માર્ગ સલામતી સાહ અંતર્ગત યોજાયેલી જિલ્લા કક્ષાની ચિત્ર સ્પર્ધામાં ધરમપુર સ્થિત ઍસ.ઍમ.ઍસ.ઍમ. હાઈસ્કૂલ શ્રીમતી ગીતાબેન રાકેશકુમાર શાહ શૈક્ષણિક સંકુલની ધોરણ ૧૦-ઝ઼ ની વિદ્યાર્થિની દરજી નંદની દીપકભાઈઍ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી પ્રથમ ક્રમ પ્રા કર્યો છે.

  આ પ્રસંગે વિજેતા વિદ્યાર્થિનીને વલસાડ ખાતે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે યોજાયેલા સન્માન સમારંભમાં જિલ્લા કલેક્ટર ભવ્ય વર્મા તથા જિલ્લા શિક્ષણ અધિકારી ડૉ. રાજેશ્રી ટંડેલના હસ્તે પ્રમાણપત્ર અર્પણ કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થિનીની આ સિદ્ધિ બદલ કેળવણી મંડળના પ્રમુખ જીવાભાઈ  આહિર, ઉપપ્રમુખ ધનેશભાઈ ચૌધરી, મંત્રી જયેશભાઈ સોલંકી, સહમંત્રી મેહુલભાઈ આહીર તેમજ સમગ્ર ટ્રસ્ટી મંડળે હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા. શાળાના આચાર્ય દીપકકુમાર આર. પટેલ તથા સમગ્ર શાળા પરિવાર દ્વારા પણ વિદ્યાર્થિનીને અભિનંદન પાઠવી શાળાનું નામ રોશન કરવા બદલ શુભેચ્છાઓ પાઠવી હતી.