Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

વલસાડ સિવિલની ટીમ ઇન્ટર હોસ્પિટલ ક્રિકેટ ટુર્ના.માં વિજેતા

વલસાડ સિવિલની ટીમ ઇન્ટર હોસ્પિટલ ક્રિકેટ ટુર્ના.માં વિજેતા


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

બીલીમોરા, તા. ૧૨ ઃ  બીલીમોરાની મેંગુષી હોસ્પિટલ દ્વારા બલવાડા ક્રિકેટ મેદાન ખાતે બે દિવસીય નવસારી વલસાડ જિલ્લા ઇન્ટર હોસ્પિટલ પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. સ્પર્ધામાં બીલીમોરાની ગુા હોસ્પિટલે મુખ્ય સ્પોન્સર તરીકે વિશેષ સહકાર આપ્યો હતો. રમતગમત દ્વારા તબીબી જગતના કર્મચારીઓમાં ઉત્સાહ વધારવાના ઉદ્દેશ્ય સાથે યોજાયેલી આ ટુર્નામેન્ટમાં બંને જિલ્લાની વિવિધ સરકારી હોસ્પિટલોની કુલ ૮ ટીમોઍ ઉત્સાહભેર ભાગ લીધો હતો. મેદાન પર ખેલાડીઓ વચ્ચે ખેલદિલી પૂર્વક જંગ જામ્યો હતો.

જેમાં અંતે સિવિલ હોસ્પિટલ વલસાડની ટીમે શાનદાર પ્રદર્શન કરી ચેમ્પિયન ટ્રોફી પોતાના નામે કરી હતી, જ્યારે સિવિલ હોસ્પિટલ નવસારીની ટીમ રનર્સ અપ જાહેર થઈ હતી. સ્પર્ધાના સમાપન સમારોહમાં બીલીમોરા ગુા હોસ્પિટલના ડો. સુકેશ ગુાના હસ્તે વિજેતા ટીમને ઝળહળતી ટ્રોફી ઍનાયત કરવામાં આવી હતી, જે સમયે ઉપસ્થિત ખેલાડીઓ અને પ્રેક્ષકોના તાળીઓના ગડગડાટથી સમગ્ર મેદાન ગુંજી ઉઠ્યું હતું. ટુર્નામેન્ટમાં વ્યક્તિગત શ્રેષ્ઠ દેખાવ કરનાર ખેલાડીઓમાં જીગ્નેશ પટેલને મેન ઓફ ધ સિરીઝ રાકેશ પટેલને બેસ્ટ બેટ્સમેન, કેયુર પટેલને બેસ્ટ બોલર અને દેવાંગ સુરતીને બેસ્ટ ફિલ્ડર તરીકે પુરસ્કૃત કરવામાં આવ્યા હતા. આ સફળ આયોજનથી તબીબી ક્ષેત્રના કર્મચારીઓમાં ઉત્સાહ અને ઍકતાનો માહોલ જોવા મળ્યો હતો.